ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પદ્મશ્રી સવજી ધોળકિયાએ ગૌચર અને ખરાબાની જમીન દબાવી, RTI કાર્યકરના આક્ષેપથી ચકચાર
Last Updated: 06:19 PM, 14 November 2026
ADVERTISEMENT
અમરેલી જિલ્લામા લાઠી તાલુકાના દુધાળા ગામમાં ઉધોગપતિ અને પદ્મશ્રી સવજી ધોળકિયા દ્વારા જળસંચયની કામગીરી રાજય સરકારના કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહી છે નેતાઓને બોલાવી તળાવના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે આ પદ્મશ્રી સવજી ધોળકિયા સામે તેમના જ ગામના લોકો અને સામાજિક કાર્યકરોએ મોરચો માંડયો છે જિલ્લાના સામાજિક કાર્યકર દ્વારા એક માહિતી માંગતા જેમાં રાજય સરકાર દ્વારા અલગ અલગ 30,35,20,988 કરોડના બિલો ધોળકિયા ફાઉન્ડેશનને તળાવ અને જળસંચયની કામગીરી માટે ચૂકવાય ગયા છે હજુ અન્ય કેટલાક બાકી છે વાસ્તવિક્તા એવી છે સમગ્ર કામગીરી રાજય સરકારના ખર્ચે કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ધોળકિયા ફાઉન્ડેશ દ્વારા ગેરકાયદેસર હાવ ઉભો કર્યો
ધોળકિયા ફાઉન્ડેશ દ્વારા ગેરકાયદેસર હાવ ઉભો કર્યો છે અને ગૌચરણ જમીન ઉપર ગેરકાયદેસર બગીચા ઉભા કરી દીધા છે અને 10 વર્ષ પહેલાં અહીં 1500 ઉપરાંત માલઢોર હતા જે પીવાના પાણી માટે ગૌચરણ જમીન પર તળાવ ઉભા કર્યા છે તેના પર કાંટાળા તાર અને ફેંસીંગ લગાવી દીધા છે ક્રિકેટ નું એક સ્ટેડિયમ ફૂલીબા ના નામથી ઉભું કર્યું છે હેતની હવેલીને જોડતા રોડ ઉભા કર્યા છે તંત્ર ઉપર દબાણ કરી 40 ફૂટ CC રોડ બનાવી હવેલીને જોડતા રોડ બનાવવામાં આવ્યા છે અંદર સુધી ડામર રોડ ઉભા કરી દીધા છે.આ સમગ્ર મામલે રાષ્ટ્રપતિ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી છે.સરકારની જમીન ઉપર પોતાના ગેટ ઉભા કર્યા છે સામાજિક કાર્યકર દ્વારા લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવા સુધીની માંગ કરી.
ADVERTISEMENT
આંદોલન કરવાની ચીમકી ઉચારી
ADVERTISEMENT
દુધાળા ગ્રામજનોએ રોષ સાથે નારાજગી દર્શાવી ન્યાય માટેની માંગણી કરી હતી બીજી તરફ અહીં સરકારી ખર્ચે 4 જેટલા હેલીપેટ બનાવવમાં આવ્યા છે અને ગૌચરણ જમીન હોવાથી ગામના પશુઓને ભારે મુશ્કેલી સર્જાય છે અહીં ફરીવાર ગૌચરણ ઉભું કરવા માટેની માંગણી કરી છે અગાવ અધિકારીઓ દ્વારા ખાત્રી આપવામાં આવી હતી પરંતુ હવે યોગ્ય નહિ થાય તો સમગ્ર ગુજરાતના માલધારીઓ એકત્ર થય અહીં આંદોલન કરવાની ચીમકી ઉચારી દીધી છે. હાલ ગામના માલધારીઓ સૌથી વધુ પરેશાન હોવાનું સામે આવ્યું છે આ ધોળકિયા ફાઉન્ડેશનના સવજીભાઈ ધોળકિયા સામે ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે એક સમય અહીં 1500 જેટલા માલઢોર હતા ગૌચરણ પર દબાણ કર્યું હોવાથી માલધારીઓ લાચાર બન્યા છે તળાવ સહિતની કામગીરી એટલી હદે કરી ફેંસીંગ કરી હોવાથી પાણી પણ પિય શકતા નથી ગામાં પશુઓ અને માલધારીઓની હાલત કફોડી બની છે માત્ર 150 જેટલા માલઢોર છે પશુ પાણી ન પીવે તે માટે ફેંસીંગ કરી દીધી હોવાથી માલધારીઓના પશુને આજે આ વિસ્તારમા પાણી પણ મળતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો