ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:38 PM, 14 November 2026
ADVERTISEMENT
2002ની ગોધરા ઘટનાને લગભગ 24 વર્ષ વીતી ગયા છે. તે સમયે સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગને લઈને ચાલતી ચર્ચા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે આનું કારણ એ છે કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના નવા પુસ્તક Belonging: A Journey of Loveમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુસ્તકના 403મા પાના પર, સોનિયા ગાંધીએ ટ્રેનમાં લાગેલી આગના કારણને હજુ પણ વિવાદનો વિષય ગણાવ્યું છે. તે સમયે ગુજરાત પોલીસની એસઆઈટી (SIT)નું નેતૃત્વ કરનારા રાકેશ અસ્થાનાએ આ દાવા સામે વાંધો ઉઠાવ્યો છે. અસ્થાનાનું કહેવું છે કે આ આગ કોઈ અકસ્માતનું પરિણામ નહોતી, પરંતુ તે એક સુનિયોજિત ષડયંત્રનું પરિણામ હતી.
ADVERTISEMENT
સોનિયા ગાંધી શું લખ્યુ પુસ્તકમાં ?
સોનિયા ગાંધીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે અયોધ્યાથી અમદાવાદ પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગવાથી 59 યાત્રાળુઓના મૃત્યુ થયા હતા; આ ટ્રેનમાં 'કાર સેવકો' સવાર હતા. તેઓ વધુમાં જણાવે છે કે, આગ લાગવાનું કારણ ભલે વિવાદનો વિષય રહ્યો હોય, પરંતુ તેના પરિણામે ગુજરાતના અનેક ભાગોમાં સાંપ્રદાયિક હિંસા ફેલાઈ ગઈ હતી, જેમાં મુસ્લિમ સમુદાયને સૌથી વધુ ભોગ બનવું પડ્યું હતું. આ અંગે પ્રતિક્રિયા આપતા રાકેશ અસ્થાનાએ ANI સાથે વાતચીત દરમિયાન, પોતાની તપાસનો હવાલો આપીને જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ સ્પષ્ટપણે સ્થાપિત કરવા માટે પૂરતા પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, તપાસ માત્ર આરોપીઓના કબૂલાતના નિવેદનો પર આધારિત નહોતી. તેમાં ફોરેન્સિક અહેવાલો, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને સળગી ગયેલા ડબ્બા તથા તેની આસપાસના વિસ્તારની વૈજ્ઞાનિક તપાસનો પણ સમાવેશ થતો હતો.
ADVERTISEMENT
#WATCH | Explaining the sequence of events of the 2002 Sabarmati Train burning, Rakesh Asthana, who headed the Gujarat Police SIT probing the incident, says, "A total of 59 people died in the incident, including 27 women, 10 children and 22 men. They died inside the coach because they could not get out... The investigation stated that some people had managed to jump out of the coach. The mob chased them, killing or injuring them and attempting to kill them. Therefore, the claim that it was an accidental fire and that there was no mob violence is not supported by the investigation..."
— ANI (@ANI) November 14, 2026
ટ્રેનની ચેઈન ખેંચવાથી લઈને પેટ્રોલ રેડવા સુધી, અસ્થાનાએ ઘટનાક્રમની વિગતો આપી
ADVERTISEMENT
એક મુલાકાત દરમિયાન, અસ્થાનાએ તે ઘટનાક્રમ વિશે પણ વિગતો આપી જેના આધારે SIT એ એવા નિષ્કર્ષ પર પહોંચી કે આગ લગાડવી એ એક પૂર્વ-આયોજિત ષડયંત્ર હતું. તેમના જણાવ્યા અનુસાર, 27 ફેબ્રુઆરી, 2002ની સવારે, ટ્રેન પ્લેટફોર્મ પરથી રવાના થયાના થોડા સમય બાદ જ, ત્રણથી ચાર ડબ્બાઓમાં એકસાથે ઈમરજન્સી ચેઈન ખેંચવામાં આવી, જેના કારણે ટ્રેન અટકી ગઈ. જ્યારે ટ્રેન ફરી ચાલવા લાગી, ત્યારે ચાર ડબ્બાઓમાં એકસાથે ચેઈન ખેંચવામાં આવી અને લગભગ અડધો કિલોમીટર આગળ વધ્યા પછી, ટ્રેન ફરી એકવાર અટકી ગઈ. અસ્થાનાના જણાવ્યા અનુસાર, ટ્રેન 'સિગ્નલ ફળિયા' વિસ્તાર પાસે ઊભી રહી હતી. ત્યાં પહેલાથી જ લગભગ 150 થી 200 લોકોનું ટોળું હાજર હતું. તેમનો દાવો છે કે આ ટોળામાંના 20 થી 25 યુવાનોએ પહેલેથી જ પેટ્રોલ એકઠું કરી લીધું હતું અને તેઓ S6 કોચને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા.
S6 કોચમાં દાખલ થવા માટે કાપવામાં આવ્યો હતો વેસ્ટિબ્યૂલ
ADVERTISEMENT
રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે કોચ S6 અને S7 ને જોડતા વેસ્ટિબ્યુલને કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, કોચ S6 નું વેસ્ટિબ્યુલ કેનવાસનું બનેલું હતું, જે 1987ના સમયનું હતું, જ્યારે કોચ S7 નું વેસ્ટિબ્યુલ રબરનું બનેલું હતું. તેમણે દાવો કર્યો કે વેસ્ટિબ્યુલ કાપ્યા પછી, કેટલાક યુવાનોએ સ્લાઇડિંગ દરવાજા દ્વારા કોચમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. જોકે, બહારથી પથ્થરમારો થઈ રહ્યો હોવાથી મુસાફરોએ દરવાજો બંધ રાખ્યો હતો. ત્યારબાદ, કેટલાક યુવાનોએ બળજબરીથી દરવાજો ખોલી નાખ્યો અને અંદર પ્રવેશ્યા.
140 લીટર પેટ્રોલ નાંખ્યા બાદ લગાવી આગ: અસ્થાના
ADVERTISEMENT
પોતાની તપાસનો હવાલો આપતા, અસ્થાનાએ દાવો કર્યો કે હુમલાખોરોએ S6 કોચની અંદર આશરે 140 લિટર પેટ્રોલ રેડ્યું હતું. ત્યારબાદ તેઓએ દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગયા. તેમણે જણાવ્યું કે બહાર રહેલા લોકોએ તૂટેલી બારીઓ વાટે કોચની અંદર સળગતી મશાલો ફેંકી હતી. અસ્થાનાના જણાવ્યા અનુસાર, માત્ર પાંચ મિનિટમાં જ આખો કોચ આગની લપેટમાં આવી ગયો હતો. આગની આ ઘટનામાં કુલ 59 લોકોના મૃત્યુ થયા હતા.જેમાં 27 મહિલાઓ, 10 બાળકો અને ૨૨ પુરુષોનો સમાવેશ થાય છે. અસ્થાનાએ વધુમાં દાવો કર્યો કે આગથી બચવા માટે જે લોકો કોચમાંથી બહાર કૂદી પડ્યા હતા, ટોળાએ તેમનો પીછો કર્યો અને તેમને માર માર્યો હતો.
#WATCH | On Sonia Gandhi's statement in her memoir on 2002 Sabarmati Train burning, Rakesh Asthana, who headed the Gujarat Police SIT probing the incident, says in an interview to ANI, "The case is basically based on the forensic evidence so far as the cause of the fire is concerned. It is corroborated by the testimony of independent witnesses... The forensic examination of the burnt coach and the surrounding areas has contributed mostly in securing the conviction."
— ANI (@ANI) November 14, 2026
ADVERTISEMENT
અમન ગેસ્ટ હાઉસમાં પ્લાનિંગનો દાવો
સોનિયા ગાંધીના પુસ્તકમાં કરવામાં આવેલા એ દાવા અંગે કે આગ લાગવાના કારણો હજુ પણ વિવાદનો વિષય છે, અસ્થાનાએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન સામે આવેલી ઘટનાક્રમને માત્ર એક અકસ્માત ગણીને નકારી શકાય નહીં. તેમણે સવારથી જ ભીડ એકઠી થવી, અગાઉથી પેટ્રોલની વ્યવસ્થા કરવી અને 'અમાન ગેસ્ટ હાઉસ'માં યોજાયેલી આયોજન બેઠક તરફ ધ્યાન દોર્યું હતું. અસ્થાનાએ 'અમાન ગેસ્ટ હાઉસ'ના માલિક રઝાક કુરકુરની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા અને સંકેત આપ્યો કે તે પણ આ કાવતરામાં સામેલ હતો. તેમણે ઉમેર્યું કે આ તમામ પાસાઓને તપાસમાં આવરી લેવામાં આવ્યા હતા અને તે અંગેના પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ કર્ણાટકમાં બોટ પલટી મારતા સુરતના દંપતીનું મોત, બે દીકરીઓનો આબાદ બચાવ
સોનિયા ગાંધીની ટિપ્પણી પર અસ્થાનાને શું છે આપત્તિ?
હકીકતમાં સોનિયા ગાંધીએ તેમના પુસ્તકમાં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના અને ત્યારબાદ ગુજરાતમાં થયેલી હિંસાનો એકસાથે ઉલ્લેખ કર્યો છે. તેઓ લખે છે કે સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગ્યા બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં હિંસા ફેલાઈ ગઈ હતી, જેનાથી મુખ્યત્વે મુસ્લિમ સમુદાય પ્રભાવિત થયો હતો. બીજી તરફ, રાકેશ અસ્થાનાનું કહેવું છે કે આગ લાગવાના કારણ અંગે હજુ પણ વિવાદ હોવાનું સૂચવવું એ તપાસના તારણોને અવગણવા સમાન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે SITએ ફોરેન્સિક પુરાવા અને સ્વતંત્ર સાક્ષીઓના આધારે પોતાની તપાસ પૂર્ણ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, આ પુરાવાઓના આધારે ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ બંને દ્વારા દોષિતોને સજા સંભળાવવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ