ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાવ-થરાદમાં નવા વર્ષના સ્નેહમિલનના બહાને કોંગ્રેસે 2027ની વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું

ચૂંટણી / વાવ-થરાદમાં નવા વર્ષના સ્નેહમિલનના બહાને કોંગ્રેસે 2027ની વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું

Published By: Hiralal Parmar
Reported By: Vashram Chaudhary

Last Updated: 10:25 PM, 14 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવ-થરાદમાં નવા વર્ષના સ્નેહમિલનના બહાને કોંગ્રેસે 2027ની વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું છે.

ADVERTISEMENT

વાવ-થરાદમાં નવા વર્ષના સ્નેહમિલનના બહાને કોંગ્રેસે 2027ની વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું છે. થરાદ ખાતે જિલ્લા કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર અને સ્થાનિક નેતાઓ સામે આકરા પ્રહારો કર્યા હતા, તો જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો જીતવાનો હુંકાર કર્યો હતો. દુષ્કાળ, ખેડૂતોની સમસ્યા, સિંચાઈનું પાણી અને ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સ્નેહમિલનના મંચ પરથી 2027ની ચૂંટણી માટે કોંગ્રેસે શું સંકેત આપ્યા? જોઈએ આ અહેવાલ.

થરાદ ખાતે વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પ્રદેશ મહામંત્રી આંબાભાઈ સોલંકી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના માધ્યમથી કોંગ્રેસે સંગઠનની એકતા દર્શાવવાની સાથે આગામી ચૂંટણી માટે કાર્યકરોને સક્રિય થવાનો સંદેશ આપ્યો હતો.

ભાજપ સરકાર સામે ગેનીબેન ઠાકોરના આકરા પ્રહાર

સ્નેહમિલનના મંચ પરથી સાંસદ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરવાના મુદ્દે સરકારને ઘેરી હતી. સ્થાનિક મંત્રીઓ અને મોટા હોદ્દા ધરાવતા નેતાઓ હોવા છતાં ખેડૂતોને ન્યાય મળતો ન હોવાનો સવાલ ઉઠાવ્યો હતો. ઘાસચારા ડેપો, ખેડૂતોની સમસ્યાઓ અને કેનાલોમાં સિંચાઈના પાણીના અભાવને લઈને પણ સરકાર સામે આક્ષેપો કર્યા હતા.

ડ્રગ્સના મુદ્દે પણ ગેનીબેન ઠાકોરે વહીવટી તંત્રને નિશાન બનાવ્યું હતું. વાવ-થરાદ જિલ્લો ડ્રગ્સનું કેપિટલ બની રહ્યો હોવાનો આક્ષેપ કરી યુવાનોના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ અધિકારીઓ સામે હપ્તાખોરીના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ નિવેદનથી સ્નેહમિલનનો કાર્યક્રમ રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપના મંચમાં ફેરવાયો હતો.

આ પણ વાંચોઃ ડિજિટલ ફ્રોડ પર સુપ્રીમ કોર્ટ સખ્ત: WhatsAppથી બેન્કો સુધી સુપ્રીમ કોર્ટનો એક્શન પ્લાન

ત્રણેય બેઠકો જીતવાનો કોંગ્રેસનો હુંકાર

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં વાવ-થરાદ જિલ્લાની ત્રણેય બેઠકો પર કોંગ્રેસ ભવ્ય જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ ચૂંટણી માટે અત્યારથી જ સંગઠન મજબૂત કરવાની દિશામાં કામ કરવાનો સંકેત આપ્યો હતો. નવા વર્ષના સ્નેહમિલનના મંચ પરથી કોંગ્રેસે 2027ની વિધાનસભા ચૂંટણી માટે રણશિંગું ફૂંક્યું છે. ખેડૂતોના પ્રશ્નો, દુષ્કાળ, સિંચાઈનું પાણી અને ડ્રગ્સ જેવા સ્થાનિક મુદ્દાઓને ચૂંટણીના રાજકીય એજન્ડામાં સામેલ કરવાનો પ્રયાસ થયો છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસનો આ ચૂંટણીલક્ષી હુંકાર આગામી દિવસોમાં સંગઠનની કામગીરીમાં કેટલો જોવા મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ