ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:56 PM, 11 November 2026
ADVERTISEMENT
આજના સમયમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા જેટલાં ઉપયોગી બન્યાં છે એટલાં જ સાયબર ઠગાઈના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ખાસ કરીને WhatsApp પર આવતા અનનોન કોલ, ફેક મેસેજ અને પોલીસ કે સરકારી અધિકારી બનીને કરવામાં આવતી છેતરપિંડી લોકોને મોટું આર્થિક નુકસાન પહોંચાડી રહી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને હવે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે WhatsApp સહિત બીજા સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મને ડિજિટલ અરેસ્ટ તથા સાયબર ક્રાઇમ રોકવા માટે તેઓ કયા પગલાં ભરવાના છે તેની વિગત રજૂ કરવા કહ્યું છે. આ પ્રસ્તાવો કોર્ટની સાથે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) સમક્ષ પણ રજૂ કરવાના રહેશે.
જેમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી છે. વોટ્સએપના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું કે કંપનીએ અત્યાર સુધી આશરે 9400 એકાઉન્ટ સામે કાર્યવાહી કરી છે. આ સાથે જ શંકાસ્પદ ખાતાઓ ઓળખવા અને યુઝર્સને સમયસર વોર્નિંગ આપવા માટે ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં કોર્ટે કહ્યું કે આ યોજનાઓ I4C સમક્ષ પણ રજૂ કરો જેથી સાથે મળીને કામ થઈ શકે.
ADVERTISEMENT
કોર્ટે બેન્કોની જવાબદારી પર પણ સવાલ ઉઠાવ્યા છે. જો કોઈ ગ્રાહક અચાનક જૂના વ્યવહાર કરતાં ઘણી મોટી રકમ ટ્રાન્સફર કરે તો બેન્ક તેને તરત કેમ નથી રોકતી? જેમાં કોર્ટે સૂચવ્યું કે આવા શંકાસ્પદ વ્યવહારોને થોડા સમય માટે અટકાવી શકાય અને તરત સાયબર પોલીસને જાણ કરવી જોઈએ. જો બેન્કની બેદરકારીથી ફ્રોડ થાય તો પીડિતને વળતર આપવાની જવાબદારી બેન્કની પણ હોઈ શકે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે RBIના પ્રસ્તાવિત KYC સુધારા નિયમો 2026 પર પણ ધ્યાન આપ્યું છે. તેમાં ડિજિટલ અરેસ્ટ અને સાયબર ફ્રોડના પીડિતોને વળતર આપવાની જોગવાઈ ઉમેરવા કહ્યું છે. આ નિયમો 30 નવેમ્બર સુધી નોટિફાય અને 31 ડિસેમ્બર સુધી લાગુ કરવાની યોજના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો