ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'બ્રેક કામ નથી કરતી...', કહેતા-કહેતા કોલકાતા-સૈરંગ એક્સપ્રેસના 5 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યાં

નેશનલ / 'બ્રેક કામ નથી કરતી...', કહેતા-કહેતા કોલકાતા-સૈરંગ એક્સપ્રેસના 5 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યાં

Published By: Jinal Chauhan

Last Updated: 02:38 PM, 11 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામમાં કોલકાતા-સૈરંગ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના પહેલાંનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો પાયલટ 'સિગ્નલ રેડ છે, બ્રેક કામ નથી કરતી' તેમ કહેતો સંભળાય છે. થોડી જ ક્ષણોમાં ટ્રેન બેરિકેડ સાથે અથડાઈ હતી અને એન્જિન સહિત પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

ADVERTISEMENT

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આસામના ડિગારુ રેલવે સ્ટેશન પાસે કોલકાતા-સૈરંગ એક્સપ્રેસ ટ્રેન સાથે અકસ્માત થયો હતો. આ દુર્ઘટના પહેલાંનો કથિત વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લોકો પાયલટ ટ્રેન રોકવાનો પ્રયાસ કરતા હોવા છતાં બ્રેક કામ ન કરતી હોવાની વાત કહેતા સંભળાય છે. જોકે બ્રેકિંગ સિસ્ટમમાં ખરેખર ખામી હતી કે નહીં તે અંગે રેલવે તરફથી હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

શું છે સમગ્ર ઘટના?

આસામના કામરૂપ મેટ્રો જિલ્લામાં ગુવાહાટી નજીક આવેલા ડિગારુ રેલવે સ્ટેશન પાસે બુધવારે સવારે કોલકાતા-સૈરંગ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાનો ભોગ બની હતી. મિઝોરમના સૈરંગ જઈ રહેલી ટ્રેન નંબર 13125નું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સવારે લગભગ 6:54 વાગ્યે આ અકસ્માત થયો હતો. દુર્ઘટના બાદ રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને તરત જ રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

અકસ્માત પહેલાંનો વીડિયો વાયરલ

આ દુર્ઘટના પહેલાંની કેટલીક ક્ષણોનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ વીડિયો ટ્રેનના એન્જિનની અંદરથી રેકોર્ડ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. તેમાં લોકો પાયલટની વાતચીત સંભળાય છે. તે વારંવાર સિગ્નલ રેડ હોવાની અને ઇમરજન્સી બ્રેક લગાવવા છતાં ટ્રેન અટકતી ન હોવાની વાત કરી રહ્યો છે. ત્યારબાદ અચાનક જોરદાર અવાજ સંભળાય છે અને ટ્રેન બેરિકેડ સાથે અથડાય છે. આ દરમિયાન ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી જાય છે.

વીડિયોમાં લોકો પાયલટે શું કહ્યું?

વાયરલ વીડિયોમાં લોકો પાયલટ કહેતા સંભળાય છે કે 'સિગ્નલ રેડ છે... ઇમરજન્સી લગાવ્યું છે, પરંતુ કામ નથી કરી રહ્યું. કંઈ જ કામ નથી કરી રહ્યું.' તેની વાત પરથી અંદાજ આવે છે કે ટ્રેનની ગતિ ઓછી કરવામાં મુશ્કેલી પડી રહી હતી. લોકો પાયલટ દ્વારા વારંવાર બ્રેક કામ ન કરતી હોવાની વાત કહેવામાં આવી રહી છે. જોકે, આ વીડિયો કથિત છે અને તેમાં સંભળાતી વાતોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. આથી માત્ર વીડિયોના આધારે અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી કરી શકાય નહીં.

vtv app promotion

આ પણ વાંચોઃ PM મોદી ફરીવાર આવશે ગુજરાત, કરશે માં અંબાના દર્શન, જાણો ક્યારે?

બીજા ટ્રેનને રસ્તો આપવા માટે સ્ટેશન પર લેવામાં આવી રહી હતી એક્સપ્રેસ

રેલવેની પ્રાથમિક માહિતી મુજબ ડિગારુ સ્ટેશન પર બીજી ટ્રેનને આગળ જવા માટે રસ્તો આપવા કોલકાતા-સૈરંગ એક્સપ્રેસને સ્ટેશન પર લેવામાં આવી રહી હતી. આ દરમિયાન ટ્રેનની ગતિ નિયંત્રિત થઈ શકી નહોતી અને અકસ્માત સર્જાયો હતો. પરિણામે એન્જિન સહિત પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. હવે વાયરલ વીડિયોમાં બ્રેક અને સિગ્નલ અંગે જે વાતો સામે આવી છે તેની તપાસ પણ મહત્વની બની છે.

રેલવેએ શું આપી માહિતી?

પૂર્વોત્તર સીમા રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કે.કે. શર્માએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં તમામ મુસાફરો સુરક્ષિત છે. કોઈ મુસાફરને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી. મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અકસ્માતની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. રેલવેના મહાપ્રબંધક સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચવા રવાના થયા હતા, જેથી બચાવ કામગીરી અને પરિસ્થિતિ પર નજર રાખી શકાય.

અનેક ટ્રેનોની અવરજવર પર અસર

ડિગારુ સ્ટેશન પાસે થયેલા અકસ્માતની અસર અન્ય ટ્રેનોની અવરજવર પર પણ પડી હતી. ગૌહાટી-જોરહાટ ટાઉન જનશતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12067)ને પનબારી ખાતે રોકવામાં આવી હતી. જ્યારે કોઈમ્બતુર-સિલચર એક્સપ્રેસ (ટ્રેન નંબર 15627)ને પાણીખૈતી ખાતે રોકવામાં આવી હતી. અકસ્માતને કારણે રેલવેના સામાન્ય સંચાલન પર અસર થઈ હતી. બીજી તરફ, રેલવેની ટીમો ટ્રેક પરની સ્થિતિ સુધારીને ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરવા માટે કામે લાગી હતી.

ખરેખર બ્રેક ફેલ થઈ હતી? તપાસ બાદ જ થશે ખુલાસો

આ અકસ્માત બાદ સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર ટ્રેનની ઇમરજન્સી બ્રેક કામ કરતી બંધ થઈ ગઈ હતી? વાયરલ વીડિયોમાં લોકો પાયલટ બ્રેક કામ ન કરતી હોવાની વાત કહેતા સંભળાય છે. બીજી તરફ, રેલવેની પ્રાથમિક માહિતીમાં ટ્રેનની ગતિ નિયંત્રિત ન થઈ શકવાને અકસ્માતનું કારણ ગણાવવામાં આવ્યું છે. આ બંને બાબતો વચ્ચે શું સંબંધ છે તે ટેક્નિકલ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં બ્રેકિંગ સિસ્ટમમાં ખામી હતી કે અન્ય કોઈ કારણસર ટ્રેન બેરિકેડ સાથે અથડાઈ તે અંગે અંતિમ માહિતી સામે આવી નથી. જોકે, અકસ્માત પહેલાંનો આ વીડિયો ટ્રેનની સુરક્ષા વ્યવસ્થા અને ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ અંગે અનેક સવાલો ઊભા કરી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Train Accident Accident Assam Train Accident

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ