ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ગોધરા કાંડની તપાસમાં PM મોદીએ આપ્યા હતા મુસ્લિમ અધિકારીઓ! પૂર્વ CBI અધિકારી રાકેશ અસ્થાનાનો મોટો ખુલાસો
Last Updated: 11:51 PM, 14 November 2026
ADVERTISEMENT
ગોધરાકાંડ પછી મામલાની તપાસ ચાલી રહી હતી. તપાસ અધિકારી રાકેશ અસ્થાનાને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં તપાસ માટે મુસ્લિમ પોલીસ અધિકારીઓની જરૂર હતી. જ્યારે તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અધિકારીઓની યાદી સુપરત કરી, ત્યારે તેમને તે અધિકારીઓ તપાસ માટે આપવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ગોધરાકાંડને ચોવીસ વર્ષ પછી તેની તપાસ કરનાર તપાસ અધિકારીએ હવે એક મોટો ખુલાસો કર્યો છે. સીબીઆઈના પૂર્વ સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ એએનઆઇ સાથેના એક પોડકાસ્ટમાં ગોધરા કેસની તપાસ સંબંધિત ઘણી વિગતો શેર કરી. રાકેશ અસ્થાનાને પૂછવામાં આવ્યું હતું કે શું ગોધરાકાંડની તપાસ કરતી વખતે તેમના પર તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો કોઈ દબાણ હતુ?
ADVERTISEMENT
પ્રશ્નના જવાબમાં અસ્થાનાએ કહ્યું કે તેઓ ના પર કોઈ દબાણ ન હતું. હકીકતમાં જ્યારે તેમણે કેસની તપાસ શરૂ કરી ત્યારે તેમને ખબર પડી કે જે વિસ્તારમાં તપાસ થવાની હતી તે મુખ્યત્વે મુસ્લિમ બહુમતી વિસ્તાર હતો. તે વિસ્તારની તપાસ કરવા માટે રાકેશ અસ્થાનાને પ્રેક્ટિકલી અને પ્રોફેશનલી મુસ્લિમ પોલીસ કર્મીઓની જરૂર હતી. તેથી રાકેશ અસ્થાનાએ નરેન્દ્ર મોદીને તપાસમાં કેટલાક મુસ્લિમ અધિકારીઓનો સમાવેશ કરવા વિનંતી કરી. આ માટે તેમણે તત્કાલીન ઔપચારિક રીતે મુસ્લિમ અધિકારીઓની યાદી સુપરત કરી.
ADVERTISEMENT
મુસ્લિમ અધિકારીઓની મોટી ભૂમિકા
રાકેશ અસ્થાનાએ વધુમાં જણાવ્યું કે કોઈપણ ખચકાટ વિના, જે અધિકારીઓની યાદી સુપરત કરવામાં આવી હતી તેમને તપાસ માટે પૂરી પાડવામાં આવી હતી. અસ્થાનાએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ ગર્વથી કહી શકે છે કે આ મુસ્લિમ અધિકારીઓએ તેમણે કરેલી દરેક તપાસમાં મોટી ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT
અસ્થાનાને તપાસની જવાબદારી કેમ સોંપવામાં આવી?
તમને જણાવી દઇએ કે ગોધરા ટ્રેન અગ્નિકાંડની ઘટનાની તપાસની જવાબદારી રાકેશ અસ્થમાને મળી હતી. તે સમયે તેઓ ગુજરાત પોલીસના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ (SIT) ના ચીફ હતા. તેઓ સીઆઇડી (ક્રાઇમ અને રેલ્વે) ના DIG પણ હતા. તેથી તેમને તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / 'ભારતીય ક્રિકેટ માટે શાનદાર દિવસ, યુવા ક્રિકેટરો પર ગર્વ', એશિયા કપ જીતથી PM મોદી ખુશ થયા
ADVERTISEMENT
59 લોકો બળીને ખાખ થઈ ગયા હતા
દરઅસલ, 27 ફેબ્રુઆરી 2002 ની સવારે ગુજરાતમાં ગોધરા રેલવે સ્ટેશન પાસે એક મોટી ઘટના બની હતી, જેને ગોધરાકાંડના નામથી ઓળખવામાં આવે છે. ત્યારે સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં સવાર કાર સેવકો અને હિન્દૂ તીર્થયાત્રિયોના ડબ્બાને ભીડએ ઘેરીને આગ લગાવી દીધી, આ અગ્નિકાંડમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકો બળીને ખાખ થઈ ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો