ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મૂળીમાં માછલીઓનો વરસાદ! ખેતરમાં અચાનક આકાશમાંથી પડવા લાગી નાની-નાની માછલીઓ, જુઓ Video
Last Updated: 10:23 AM, 15 November 2026
ADVERTISEMENT
કુદરત ક્યારેક એવી ઘટનાઓ સર્જે છે કે જેને જોઈને લોકો પણ વિચારમાં પડી જાય છે. સામાન્ય રીતે આકાશમાંથી વરસાદ કે કરા પડતા હોય છે, પરંતુ જો અચાનક આકાશમાંથી નાની-નાની માછલીઓ વરસવા લાગે તો કોઈપણ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વડધ્રા ગામમાં આવી જ એક અજીબ ઘટના સામે આવી છે. અહીં એક ખેડૂતના ખેતરમાં અચાનક આકાશમાંથી નાની-નાની માછલીઓ પડવા લાગી હતી. આ ઘટના સામે આવ્યા બાદ ગામમાં લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, વડધ્રા ગામના ખેડૂત વિપુલ છાપરા પોતાના ખેતરમાં હાજર હતા. આ દરમિયાન અચાનક તેમને ખેતરમાં કરા પડતા હોય તેવો અવાજ સંભળાયો હતો. શરૂઆતમાં તેમને લાગ્યું કે કદાચ વાતાવરણમાં ફેરફારને કારણે કરા પડી રહ્યા હશે. જોકે, અવાજ આવતાં તેમણે ખેતરમાં તપાસ કરવાનું નક્કી કર્યું હતું.
ADVERTISEMENT
ખેડૂત વિપુલ છાપરાએ ખેતરમાં તપાસ કરી ત્યારે તેમને કંઈક અલગ જ જોવા મળ્યું હતું. તેમણે પાછળ ફરીને જોયું તો ખેતરમાં નાની-નાની માછલીઓ પડેલી જોવા મળી હતી. એટલું જ નહીં, આ માછલીઓ જાણે આકાશમાંથી વરસી રહી હોય તેવો નજારો જોવા મળ્યો હતો. ખેતરમાં અચાનક માછલીઓ પડવા લાગતાં ખેડૂત પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ADVERTISEMENT
સામાન્ય રીતે ખેતરમાં વરસાદનું પાણી, કરા કે અન્ય વસ્તુઓ પડતી જોવા મળે છે, પરંતુ આકાશમાંથી માછલીઓ પડવાની ઘટના સ્થાનિકો માટે એકદમ નવી અને આશ્ચર્યજનક હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં પણ કુતૂહલ ફેલાયું હતું. લોકો માટે સૌથી મોટો સવાલ એ હતો કે આખરે આકાશમાંથી માછલીઓ આવી ક્યાંથી અને ખેતરમાં કેવી રીતે પડી?
ADVERTISEMENT
આ ઘટનાને લઈને ખેડૂત વિપુલ છાપરાએ તંત્ર સમક્ષ તપાસ કરવાની માગ કરી છે. તેમણે આકાશમાંથી માછલીઓ પડવા પાછળનું સાચું કારણ જાણવા માટે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. આ ઘટના કુદરતી રીતે બની છે કે તેની પાછળ કોઈ અન્ય વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે તે જાણવું જરૂરી બન્યું છે.
ADVERTISEMENT
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વાત કરીએ તો કેટલીક પરિસ્થિતિઓમાં વોટર સ્પાઉટ અથવા વાવાઝોડા જેવી હવામાનની ઘટનાઓ પાણીની સપાટી પરથી નાની માછલીઓ અને અન્ય જળચર જીવોને પોતાની સાથે ઊંચે ખેંચી શકે છે. ત્યારબાદ પવનની ગતિ ઓછી થતાં અથવા વાવાઝોડું નબળું પડતાં આ જીવો અન્ય સ્થળે વરસાદની જેમ નીચે પડી શકે છે. જોકે, વડધ્રા ગામમાં બનેલી આ ચોક્કસ ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હાલમાં સુરેન્દ્રનગરના વડધ્રા ગામમાં બનેલી આ ઘટનાએ લોકોમાં આશ્ચર્ય સાથે અનેક સવાલો ઊભા કર્યા છે. ખેડૂતની માગ બાદ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને આકાશમાંથી માછલીઓ પડવા પાછળનું વૈજ્ઞાનિક કારણ સામે આવે તેની રાહ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.