ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમૂલની છાશમાં પણ મોંઘવારીનો ડામ! ભાવ તો એ જ પણ ગ્રાહકોને મળશે ઓછી છાશ

ગુજરાત / અમૂલની છાશમાં પણ મોંઘવારીનો ડામ! ભાવ તો એ જ પણ ગ્રાહકોને મળશે ઓછી છાશ

Published By: Nidhi Panchal
Reported By: Ghansyam Patel

Last Updated: 12:40 PM, 15 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂધ અને દહીં બાદ હવે અમૂલની છાશના પેકેટમાં પણ ગ્રાહકોને મોંઘવારીનો ફટકો પડ્યો છે. કિંમતમાં કોઈ વધારો કર્યા વગર અલગ-અલગ પેકેટમાં છાશનો જથ્થો ઘટાડવામાં આવ્યો છે.

ADVERTISEMENT

સામાન્ય રીતે જ્યારે કોઈ વસ્તુના ભાવ વધે છે ત્યારે ગ્રાહકોને તેની અસર સીધી ખિસ્સા પર જોવા મળે છે, પરંતુ હવે મોંઘવારીનો માર સહન કરવાની રીત પણ બદલાઈ રહી છે. વસ્તુના ભાવમાં વધારો કર્યા વગર જ તેના જથ્થામાં ઘટાડો કરવામાં આવે છે. એટલે કે ગ્રાહક પહેલાં જેટલા જ પૈસા ચૂકવે છે, પરંતુ તેને વસ્તુ ઓછી મળે છે. આવું જ કંઈક હવે અમૂલની છાશના પેકેટમાં જોવા મળી રહ્યું છે. દૂધ અને દહીં બાદ હવે અમૂલની છાશમાં પણ જથ્થો ઘટાડવામાં આવ્યો છે.

buttermilk-6

આણંદની અમૂલ ડેરી દ્વારા છાશના અલગ-અલગ પેકેટમાં છાશની માત્રા ઘટાડવામાં આવી છે. ખાસ વાત એ છે કે છાશના પેકેટના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે ગ્રાહકને પહેલાં જે ભાવે છાશ મળતી હતી, એ જ ભાવે હવે ઓછી છાશ મળશે. 20 રૂપિયાના છાશના પાઉચમાં 30 MLનો ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ 20 રૂપિયાના પાઉચમાં 650 ML છાશ મળતી હતી, પરંતુ હવે ગ્રાહકોને માત્ર 620 ML છાશ મળશે.

5 રૂપિયાની જીરા છાશમાં પણ જથ્થો ઘટાડવામાં આવ્યો

આ ઉપરાંત 5 રૂપિયાની જીરા છાશમાં પણ જથ્થો ઘટાડવામાં આવ્યો છે. અગાઉ 5 રૂપિયાના પેકેટમાં 150 ML જીરા છાશ મળતી હતી, પરંતુ હવે તેમાં 10 MLનો ઘટાડો કરીને 140 ML કરવામાં આવી છે. એટલે કે પાંચ રૂપિયાના પેકેટમાં પણ ગ્રાહકોને પહેલાં કરતાં ઓછી છાશ મળશે. આ ફેરફારની અસર નાના પેકેટ ખરીદતા ગ્રાહકો પર પણ પડશે.

છાશના પેકેટમાં પણ 20 MLનો ઘટાડો કરવામાં આવ્યો

10 રૂપિયાના છાશના પેકેટમાં પણ 20 MLનો ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ 10 રૂપિયાના પેકેટમાં 300 ML છાશ મળતી હતી, જે હવે ઘટાડીને 280 ML કરવામાં આવી છે. આમ, 5, 10 અને 20 રૂપિયાના ત્રણેય પ્રકારના પેકેટમાં છાશની માત્રા ઓછી કરવામાં આવી છે. જોકે, આ તમામ પેકેટના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં હવા પ્રદૂષણનો વધ્યો કહેર, અનેક વિસ્તારોમાં AQI 220થી 270 સુધી પહોંચ્યો

આ ફેરફારને કારણે હવે ગ્રાહકોને એક જ કિંમત ચૂકવીને પહેલાં કરતાં ઓછી છાશ મળશે. ખાસ કરીને રોજિંદા વપરાશમાં છાશ ખરીદતા પરિવારોને આ ફેરફારની અસર થશે. અત્યાર સુધી દૂધ અને દહીંના ભાવ અથવા જથ્થામાં થતા ફેરફારોની ચર્ચા થતી હતી, પરંતુ હવે છાશના પેકેટમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. મોંઘવારીની આ નવી રીતમાં વસ્તુના ભાવ વધતા નથી, પરંતુ પેકેટમાં મળતી વસ્તુનું પ્રમાણ ઘટી જાય છે. પરિણામે ગ્રાહકના ખિસ્સામાંથી પહેલાં જેટલા જ પૈસા જાય છે, પરંતુ સામે મળતો જથ્થો ઓછો થઈ જાય છે. અમૂલની છાશના પેકેટમાં થયેલા આ ઘટાડાથી ગ્રાહકોને હવે એક જ ભાવે ઓછી છાશથી સંતોષ માનવો પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amul Price Update Amul Buttermilk Buttermilk Packet

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ