ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માંગ સ્થિર અને ઉત્પાદન પર્યાપ્ત છતાં સિંગતેલ મોંઘું, ડબ્બો ₹3,110ની નવી વિક્રમી સપાટીએ

ગુજરાત / માંગ સ્થિર અને ઉત્પાદન પર્યાપ્ત છતાં સિંગતેલ મોંઘું, ડબ્બો ₹3,110ની નવી વિક્રમી સપાટીએ

Published By: Nidhi Panchal

Last Updated: 11:47 AM, 15 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીની રજાઓ પૂરી થતાં જ તેલબજારમાં મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. નવી બજાર શરૂઆત સાથે જ સિંગતેલનો ડબ્બો ₹3,110 પર પહોંચતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાવાની ભીતિ ઊભી થઈ છે.

ADVERTISEMENT

દિવાળીની મીઠાઈઓનો સ્વાદ હજુ લોકોના મોઢામાંથી ગયો નથી ત્યાં જ રસોડાના બજેટને મોટો ઝટકો લાગ્યો છે. એક તરફ જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ હવે સિંગતેલ પણ સામાન્ય પરિવારોની પહોંચથી દૂર થતું જોવા મળી રહ્યું છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે મગફળીના ઉત્પાદન અને નવી મગફળીની બજારમાં આવક છતાં સિંગતેલના ભાવમાં ઘટાડો થવાને બદલે સતત વધારો થઈ રહ્યો છે. દિવાળીની રજાઓ બાદ બજાર ખુલતાં જ સિંગતેલનો ડબ્બો ₹3,110ની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે.

sing-tel

નૂતન વર્ષના પ્રારંભ સાથે જ મોંઘવારીનો માર સામાન્ય લોકો પર પડી રહ્યો છે. તાજેતરમાં દૂધના ભાવમાં વધારો થયા બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. 8 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી દિવાળીના વેકેશનને કારણે છ દિવસ તેલબજાર બંધ રહ્યું હતું. ત્યારબાદ બજાર ફરી ખુલતાં જ સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો હતો. સિંગતેલનો ડબ્બો અગાઉ ₹3,100ની સપાટી પાર કરી ચૂક્યો હતો, પરંતુ હવે ભાવ વધીને ₹3,110 પર પહોંચતાં નવો રેકોર્ડ બન્યો છે.

સિંગતેલ મોંઘું, જ્યારે કપાસિયા અને પામતેલ સસ્તાં

બજારમાં થયેલા મુહૂર્તના સોદામાં પણ તેલના ભાવમાં અલગ-અલગ વલણ જોવા મળ્યું હતું. એક તરફ સિંગતેલના ભાવમાં ડબ્બે ₹20નો વધારો થયો હતો, જ્યારે બીજી તરફ કપાસિયા તેલમાં ₹70 અને પામતેલમાં ₹30નો ઘટાડો નોંધાયો હતો. એટલે કે અન્ય ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થવા છતાં સિંગતેલના ભાવ સતત વધી રહ્યા છે. આ સ્થિતિને કારણે વેપારીઓ અને ગ્રાહકો બંનેમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.

સિંગતેલના ભાવ પર દબાણ આવવાની શક્યતા

સામાન્ય રીતે મગફળીનું ઉત્પાદન સારું હોય, બજારમાં નવી મગફળીની આવક વધતી હોય અને અન્ય ખાદ્યતેલના ભાવ ઘટતા હોય ત્યારે સિંગતેલના ભાવ પર દબાણ આવવાની શક્યતા રહે છે. પરંતુ હાલ બજારમાં તેનાથી વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. મગફળીની નવી આવક શરૂ થઈ હોવા છતાં સિંગતેલના ભાવમાં ઘટાડો થતો નથી. તેના કારણે ખાદ્યતેલ બજારમાં ભાવ વધારા પાછળનાં કારણો અંગે ચર્ચા શરૂ થઈ છે.

ગુજરાત મગફળીના ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર

ગુજરાત મગફળીના ઉત્પાદન માટે દેશનાં અગ્રણી રાજ્યોમાં સામેલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉના વર્ષોમાં ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન આશરે 45 લાખ ટનથી વધીને 62 લાખ ટન સુધી પહોંચ્યું હોવાનો ઉલ્લેખ બજારની ચર્ચામાં થયો છે. જોકે, ચાલુ ખરીફ સીઝનના ઉત્પાદન અંગે અલગ-અલગ અંદાજો સામે આવ્યા છે.

ઓક્ટોબર 2026ના સર્વે મુજબ

સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SEA)ના ઓક્ટોબર 2026ના સર્વે મુજબ, ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન આશરે 33.34 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષના 41.88 લાખ ટન કરતાં લગભગ 20.5 ટકા ઓછું છે. સર્વેમાં મગફળીના વાવેતર વિસ્તારમાં ઘટાડો અને કેટલાક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે ઉત્પાદકતા ઘટવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આથી મગફળીનું ઉત્પાદન પૂરતું હોવાની બજારમાં રહેલી ધારણા અને નવા સર્વેના અંદાજ વચ્ચે તફાવત જોવા મળે છે. ઉત્પાદનના આંકડા ઉપરાંત બજારમાં વાસ્તવિક આવક, મગફળીની ગુણવત્તા, મિલોની ખરીદી અને તેલની માંગ પણ ભાવ નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

નવી મગફળીની આવક છતાં ભાવમાં ઘટાડો કેમ નહીં?

નવા પાકની આવક શરૂ થતાં સામાન્ય રીતે બજારમાં પુરવઠો વધે છે. પરંતુ 7થી 13 નવેમ્બર દરમિયાનના બજાર અહેવાલ મુજબ, ગુજરાતની મંડીઓમાં મગફળીની આવક મર્યાદિત રહી હતી. રાજકોટમાં સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ ₹2,860 સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન ખાદ્યતેલના વેપારમાં પણ ખાસ તેજી જોવા મળી નહોતી. બીજી તરફ, મગફળીના પાકને અસર, તેલ મિલોની ખરીદી અને બજારમાં ઉપલબ્ધ જથ્થાની સ્થિતિ પણ ભાવ પર અસર કરી શકે છે. તેથી માત્ર ઉત્પાદનના આંકડા વધવાથી ગ્રાહકોને સિંગતેલ સસ્તું મળશે તેની ખાતરી રહેતી નથી.

આ પણ વાંચો : સરખેજમાં NCBના દરોડા, મકાનના ભોંયરામાંથી કરોડોનો કાચો માલ મળ્યો; આરોપીની કોફી શોપમાં પણ તપાસ!

સામાન્ય પરિવારોના બજેટ પર પડશે અસર

સિંગતેલનો ડબ્બો ₹3,110 સુધી પહોંચતાં હવે સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ વધુ મોંઘું બનવાની શક્યતા છે. ગુજરાતમાં મોટા ભાગના પરિવારો રસોઈ માટે સિંગતેલનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં તેલના ભાવમાં થતો થોડો વધારો પણ મહિના દરમિયાન ઘરખર્ચ પર સીધી અસર કરે છે. હાલ સિંગતેલના ભાવમાં થયેલા વધારા પાછળ બજારમાં પુરવઠો, નવી મગફળીની આવક અને તેલ મિલોની ખરીદી જેવા પરિબળો મહત્ત્વના બની રહ્યા છે. હવે આગામી દિવસોમાં નવી મગફળીની આવક વધે છે કે નહીં અને તેલબજારમાં ભાવને લઈને કઈ દિશા જોવા મળે છે તેના પર વેપારીઓ અને ગ્રાહકોની નજર રહેશે. જો ભાવમાં ઘટાડો નહીં થાય તો મોંઘવારીનો વધુ એક માર સામાન્ય જનતાને સહન કરવો પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Groundnut Oil Price Peanut Oil Rate Gujarat Oil Market

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ