ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / 23 કે 24 નવેમ્બર, ક્યારે ઉજવાશે દેવ દિવાળી? નોંધી લો સાચી તારીખ અને દીપદાનનું સૌથી સચોટ મુહૂર્ત
7 ફોટો ગેલેરી
Last Updated: 07:01 PM, 15 November 2026
1/7
હિન્દુ ધર્મમાં દેવ દિવાળીના પર્વનું અત્યંત વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. આ પવિત્ર તહેવાર દર વર્ષે કારતક સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે સ્વયં દેવી-દેવતાઓ સ્વર્ગલોકમાંથી પૃથ્વી પર અવતરીને કાશીના ગંગા ઘાટ પર દિવાળીની ભવ્ય ઉજવણી કરે છે.
2/7
આ અવસર પર કાશીના ઘાટો પર અદભુત અને અલૌકિક રોનક જોવા મળે છે. દેવ દિવાળીના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દીપદાન કરવાનું મહત્વ માનવામાં આવે છે. એવું મનાય છે કે આ શુભ કાર્યો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે અને જીવનમાં શુભ પરિણામો પ્રાપ્ત થાય છે. ત્યારે આ વર્ષે દેવ દિવાળી કયા દિવસે ઉજવાશે અને પૂજા-દીપદાનનું શુભ મુહૂર્ત શું છે, તે જાણીએ.
ADVERTISEMENT
3/7
વૈદિક પંચાંગની ગણતરી અનુસાર, આ વર્ષે દેવ દિવાળીનું પર્વ 24 નવેમ્બર 2026ના રોજ ઉજવવામાં આવશે. કારતક પૂનમ તિથિનો પ્રારંભ: 23 નવેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યે 42 મિનિટે, કારતક પૂનમ તિથિની સમાપ્તિ: 24 નવેમ્બરના રોજ રાત્રે 08 વાગ્યે 23 મિનિટે, પ્રદોષકાળ દેવ દિવાળી મુહૂર્ત: સાંજે 05 વાગ્યે 08 મિનિટથી 07 વાગ્યે 47 મિનિટ સુધી, બ્રહ્મ મુહૂર્ત: સવારે 05 વાગ્યે 03 મિનિટથી 05 વાગ્યે 57 મિનિટ સુધી, વિજય મુહૂર્ત: બપોરે 01 વાગ્યે 53 મિનિટથી 02 વાગ્યે 36 મિનિટ સુધી, ગોધૂલિ મુહૂર્ત: સાંજે 05 વાગ્યે 22 મિનિટથી 05 વાગ્યે 49 મિનિટ સુધી, નિશીથ મુહૂર્ત: રાત્રે 11 વાગ્યે 41 મિનિટથી 12 વાગ્યે 53 મિનિટ સુધી, સર્વાર્થ સિદ્ધિ યોગ: સવારે 06 વાગ્યે 51 મિનિટથી 11 વાગ્યે 25 મિનિટ સુધી.
4/7
હિન્દુ ધર્મમાં દેવ દિવાળીનો દિવસ અત્યંત પવિત્ર ગણાય છે. શાસ્ત્રોમાં કારતક પૂનમના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને 'દીપદાન' કરવાનું વિશેષ માહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. માન્યતા મુજબ, આ દિવસે દીપ પ્રગટાવવાથી જાણતા-અજાણતા થયેલા પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને શુભ ફળ મળે છે. આ ઉપરાંત, દેવ દિવાળીના દિવસે દાન-પુણ્ય કરવું પણ અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવી શ્રદ્ધા છે કે મંદિરમાં અથવા જરૂરિયાતમંદ ગરીબ લોકોને દાન આપવાથી ધનલાભના યોગ સર્જાય છે અને ઘરની સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
ADVERTISEMENT
5/7
6/7
જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, વાણી અને વ્યાપારનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. જો તમે કુંડળીમાં બુધ ગ્રહને મજબૂત કરવા માંગતા હો, તો આ દિવસે ગાયને લીલો ચારો અને ગોળ ખવડાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વેપાર-ધંધામાં વિશેષ લાભ પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ