ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતના સૌથી મોટા વૌઠાના મેળાની તડામાર તૈયારીઓ, 20થી 26 નવેમ્બર સુધી જામશે લોકમેળાની રોનક!
Last Updated: 06:17 PM, 15 November 2026
ADVERTISEMENT
ધોળકા: ગુજરાતના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક વૌઠા લોકમેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ધોળકા નજીક આવેલા વૌઠા ગામે સપ્તનદીના પવિત્ર સંગમ સ્થાને દર વર્ષની પરંપરા મુજબ યોજાનારા આ ભવ્ય લોકમેળાને લઈને શ્રદ્ધાળુઓ, વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 20 નવેમ્બરના રોજ મેળાનો પ્રારંભ થશે અને 26 નવેમ્બર સુધી છ દિવસ સુધી મેળાની રોનક જામશે.
ADVERTISEMENT
સપ્તનદીના સંગમમાં પવિત્ર સ્નાન માટે ઉમટશે શ્રદ્ધાળુઓ
વૌઠા ખાતે સાત નદીઓના પવિત્ર સંગમનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. મેળા દરમિયાન ચકલેશ્વર મહાદેવના દર્શન કરવા અને પવિત્ર સંગમમાં સ્નાન કરવા માટે ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા છે. ધાર્મિક વિધિઓ અને પરંપરાગત કાર્યક્રમો મેળાનું વિશેષ આકર્ષણ રહેશે.
ADVERTISEMENT

ગધેડાનું બજાર બનશે મેળાનું મુખ્ય આકર્ષણ
ADVERTISEMENT
વૌઠાના મેળાની સૌથી અનોખી ઓળખ એટલે અહીં ભરાતું ગધેડાનું વિશાળ લે-વેચ બજાર. મેળા દરમિયાન મોટી સંખ્યામાં વેપારીઓ અને પશુપાલકો ગધેડાની ખરીદી-વેચાણ માટે પહોંચે છે. આ બજાર વૌઠાના મેળાને ગુજરાતના અન્ય લોકમેળાઓથી અલગ ઓળખ અપાવે છે.

ADVERTISEMENT
ચકડોળથી લઈને મોતના કૂવા સુધી મનોરંજનની મજા
મેળામાં મુલાકાતીઓ માટે મનોરંજનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. ચકડોળ, બ્રેકડાન્સ, મોતનો કૂવો સહિતની વિવિધ રાઈડ્સ અને મનોરંજનનાં સાધનો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ અંદાજે 800 જેટલા ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવશે, જ્યાં લોકો વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકશે.
ADVERTISEMENT

કરોડોની આવકનું આયોજન, વહીવટી તંત્ર સજ્જ
ADVERTISEMENT
મેળાના આયોજન માટે સ્ટોલ અને પ્લોટની હરાજી દ્વારા કરોડો રૂપિયાની આવક મેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ મેળામાંથી આશરે રૂ. 2.80 કરોડની આવકનું આયોજન કરવામાં આવ્યું છે. વૌઠા ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સુરક્ષા, સ્વચ્છતા અને પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા
મેળામાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેવાની હોવાથી વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા, સ્વચ્છતા, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ સાગબારા જંગલ જમીન ખેડાણ વિવાદનો સુઃખદ અંત, બિરસા મુંડાની જન્મજયંતીએ સાગબારાના 500 ખેડૂતોને મળી જમીનની સનદ
આમ, ધાર્મિક આસ્થા, વર્ષો જૂની પરંપરા, પશુવેપાર અને લોકમનોરંજનનો અનોખો સંગમ ગણાતો વૌઠાનો ઐતિહાસિક મેળો ફરી એકવાર લાખો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. 20થી 26 નવેમ્બર દરમિયાન વૌઠા ગામમાં લોકસંસ્કૃતિ અને મેળાની અનોખી રોનક જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.