ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાગબારા જંગલ જમીન ખેડાણ વિવાદનો સુઃખદ અંત, બિરસા મુંડાની જન્મજયંતીએ સાગબારાના 500 ખેડૂતોને મળી જમીનની સનદ

સુઃખદ અંત / સાગબારા જંગલ જમીન ખેડાણ વિવાદનો સુઃખદ અંત, બિરસા મુંડાની જન્મજયંતીએ સાગબારાના 500 ખેડૂતોને મળી જમીનની સનદ

Published By: Vishal Khamar
Reported By: Pravin Patvari

Last Updated: 05:12 PM, 15 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાગબારા જંગલ જમીન ખેડાણ વિવાદમાં મોટી સફળતા. બિરસા મુંડાની જન્મજયંતીએ 500 ખેડૂતોને સનદ અપાઈ અને 626 ખેડૂતોની જમીનની એન્ટ્રી કરાઈ. 8 હજાર દાવા હજુ પેન્ડિંગ.

ADVERTISEMENT

સાગબારા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા જંગલ જમીન ખેડાણના વિવાદમાં આખરે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બિરસા મુંડાની જન્મજયંતીના અવસરે 500 ખેડૂતોને જંગલ જમીનના અધિકારની સનદ આપવામાં આવી છે. જ્યારે અન્ય 626 ખેડૂતોની જમીન સંબંધિત નોંધણી (એન્ટ્રી) કરવામાં આવી છે. આ નિર્ણયથી વર્ષોથી જમીનના હક માટે લડત આપી રહેલા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

લાંબા સમયથી જંગલ જમીન પર ખેતી કરતા ખેડૂતો પોતાના કબજાની જમીનના કાયદેસરના હક માટે રજૂઆતો કરી રહ્યા હતા. સનદ મળતાં હવે અનેક ખેડૂતોને પોતાની જમીન અંગે કાયદેસરની ઓળખ અને અધિકાર મળવાની આશા મજબૂત બની છે. સનદ મેળવનારા તેમજ જમીનની એન્ટ્રી થયેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જોકે, આ સમગ્ર મામલે હજુ પણ આશરે 8 હજાર ખેડૂતોના જંગલ જમીન ખેડાણ સંબંધિત દાવાઓ પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે. જેના કારણે તમામ ખેડૂતોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. સનદથી વંચિત રહેલા ખેડૂતો પણ પોતાના દાવાઓનો ઝડપથી નિકાલ થાય અને તેમને જમીનના હકની સનદ મળે તેવી માંગ કરી રહ્યા છે.

સનદ ન મેળવનારા ખેડૂતો હવે સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કર્યા બાદ પણ જો તેમના દાવાઓનો નિકાલ નહીં આવે અને સનદ આપવામાં નહીં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.

આ પણ વાંચોઃ ખેડબ્રહ્મા-લક્ષ્મીપુરા રોડ પર બેફામ દારૂની હેરાફેરીનો વીડિયો વાયરલ, વીડિયો ઉતારતા જાગૃત નાગરિક પર બુટલેગરનો હુમલો!

એક તરફ 500 ખેડૂતોને સનદ અને 626 ખેડૂતોની એન્ટ્રીથી રાહત મળી છે, તો બીજી તરફ હજારો ખેડૂતોના દાવા હજુ પેન્ડિંગ હોવાથી આ મુદ્દે આગામી દિવસોમાં સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Forest Land Rights Sagbara News Gujarat News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ