ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રોડ પર પટકાતાં માસિયાઈ ભાઈના માથાં ફાટ્યાં, વિસાવદરમાં બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
Last Updated: 04:25 PM, 15 November 2026
ADVERTISEMENT
વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામ પાસે બાઈક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે સગીરના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બન્ને માસિયાઈ ભાઈ હતા.
ADVERTISEMENT
કારની ટક્કરથી રોડ પર પટકાયા
વિરાજગીરી અતુલગીરી અને જેનીલગીરી બ્રિજેશગીરી નામના બંને સગીર ટુ-વ્હીલર પર સવાર થઈને કુબા ગામથી મેંદરડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કુબા રાવણી ગામ નજીક સામેથી આવી રહેલી કાર અને તેમના ટુ-વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને સગીરને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.
ADVERTISEMENT
પરિવારમાં હૈયાફાટ રુદન
અકસ્માતમાં જીવ ગુમાવનારા વિરાજગીરી અને જેનીલગીરી બંને સંબંધમાં માસિયાઈ ભાઈ હતા. આ ઘટનાની જાણ થતાં જ પરિવારે હૈયાફાટ રુદન કર્યું હતું. એકસાથે બે સગીરના મોતથી કુબા રાવણી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.