ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 800 કરોડથી ઓછામાં બની 'રામાયણ', રામ ગોપાલ વર્માએ ખોલ્યું બજેટનું રહસ્ય, બીજા ભાગને લઈને કર્યો ચોંકાવનારો દાવો

photo-story

5 ફોટો ગેલેરી

બોલિવૂડ / 800 કરોડથી ઓછામાં બની 'રામાયણ', રામ ગોપાલ વર્માએ ખોલ્યું બજેટનું રહસ્ય, બીજા ભાગને લઈને કર્યો ચોંકાવનારો દાવો

Last Updated: 04:47 PM, 15 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

'રામાયણ'ના બજેટથી લઈને બોક્સ ઓફિસના ભવિષ્ય સુધી, રામ ગોપાલ વર્માએ એક પછી એક એવા દાવા કર્યા છે કે ફિલ્મજગતમાં નવી ચર્ચા છેડાઈ ગઈ છે.

1/5

photoStories-logo

1. રામ ગોપાલ વર્મા

ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા હાલમાં નમિત મલ્હોત્રાની ‘રામાયણ’ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા છે. તેમને ફિલ્મની ખૂબ પ્રશંસા કરી છે અને સાથે અમુક મોટા દાવા પણ કર્યા છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અસલી બજેટ

RGVના મતે, રામાયણના પહેલા ભાગનું અસલી બજેટ 2000 કરોડ નહીં પણ 800 કરોડથી પણ ઓછું છે. તેમને કહ્યું કે આમાં વિવિધ પરસ્પર સારી ડીલ્સ, વૈશ્વિક ટેક્સ બેનિફિટ્સ અને સબસિડી જેવી બાબતો પણ સામેલ છે જેને લીધે ખર્ચ હજુ વધુ ઘટી શકે છે. તેમને ઉમેર્યું કે અનુભવી ફિલ્મમેકર માટે ફિલ્મ જોઈને જ સમજી શકાય છે કે આનું બજેટ આટલું જ હશે. બંને ભાગનું બજેટ સમાન માનવું એ એવું જ છે જેમ ફિલ્મના ઈન્ટરવલ પહેલા અને પછીના ભાગનો ખર્ચ સરખો માની લેવો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. પહેલા ભાગમાં નીકળી જશે ખર્ચ

વર્માનું માનવું છે કે પહેલો ભાગ જ બંને ફિલ્મોનો ખર્ચ કાઢી શકે છે. હાલની કમાણી જોઈને સ્પષ્ટ છે કે નમિત મલ્હોત્રા પહેલા પાર્ટથી જ પૂરો ખર્ચ અથવા બંને પાર્ટનો ખર્ચ વસૂલી લેશે. ત્યારબાદ નોન-થિયેટ્રિકલ કમાણી અને બીજા ભાગની આવક અલગથી મળશે. તેમને કહ્યું કે આ પછી નમિત પોતાનું ‘પુષ્પક વિમાન’ બનાવી શકે છે અને એવા મોટા પ્રોજેક્ટ્સમાં પૈસા રોકી શકે છે જે હજુ સુધી નોર્થથી સાઉથ સુધીની કોઈ મોટી પ્રોડક્શન કંપની કરી શકી નથી. તેઓ હોલીવુડના મોટામાં મોટા ફિલ્મમેકર્સને પણ પાછળ છોડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આગાહી

રામ ગોપાલ વર્માએ નમિત મલ્હોત્રાને 1913માં રિલીઝ થયેલી ‘રાજા હરિશ્ચંદ્ર’થી લઈને આજ સુધીના ભારતીય સિનેમાના સૌથી મોટા ફિલ્મમેકર તરીકે પણ ડિફાઇન કર્યા છે. તેમને આગાહી કરી કે જેમ કેજીએફ ૨એ પોતાના પહેલા ભાગથી પાંચ ગણી વધુ કમાણી કરી હતી, તેમ રામાયણનો બીજો ભાગ પહેલા ભાગથી દસ ગણી વધુ કમાઈ શકે છે. બીજા ભાગમાં હનુમાનના કાર્યો, વાનર સેના, રામસેતુ, લંકા દહન, કુંભકર્ણ અને રાવણ વધ જેવા મોટા એક્શન સિક્વન્સ છે જેને લીધે આ અપેક્ષા વાજબી લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કેટલું કલેક્શન?

બોક્સ ઓફિસ પર રામાયણ હાલમાં 10 દિવસમાં વર્લ્ડવાઇડ 1200 કરોડથી વધુ કમાઈ ચૂકી છે. રવિવારે આ આંકડો 1300 કરોડ પાર કરી શકે છે અને 2000 કરોડ સુધી પહોંચવાની સારી તક છે કારણ કે હજુ વધુ દેશોમાં રિલીઝ બાકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ramayana Part 2 Ramayana Movie Ram Gopal Varma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ