ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લીલું ઘાસ તપાસ્યું તો નીકળી 5 હજારથી વધુ બોટલ, કચ્છના આડેસરમાંથી ઝડપાયો દારુનો જથ્થો
Last Updated: 05:01 PM, 15 November 2026
ADVERTISEMENT
રાજ્યમાં દારૂ ઘૂસાડવા બુટલેગરોએ એક નવો કીમિયો અજમાવ્યો પરંતુ તે પણ ન ચાલ્યો અને દારુની મોટી ખેપ પોલીસને હાથે ઝડપાઈ ગઈ. કચ્છની આડેસર ચેકપોસ્ટ પરથી દારૂ પકડાયો છે. આ દારુ લીલા ઘાસચારાની આડમાં લઈ જવાતો હતો. લીલા ઘાસની નીચેથી દારૂની 5 હજાર 388 બોટલ મળી હતી. દારૂ અને બોલેરો સહિત 14.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : શું નીતિન ગડકરી રાજકારણમાંથી લેશે સંન્યાસ? તેજ અટકળોનો આપ્યો જવાબ
લીલા ઘાસચારામાં છુપાવી રાખી હતી બોટલો
ADVERTISEMENT
ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે મહિન્દ્રા બોલેરો પીકઅપને રોકી હતી.તપાસ દરમિયાન પીકઅપના પાછળના ભાગમાં લીલા ચારાની આડમાં સંતાડેલી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો, ક્વાર્ટર અને બિયરના ટીન મળ્યા હતા. દારૂ ઉપરાંત હેરાફેરીમાં વપરાયેલી બોલેરો પીકઅપ પણ કબજે કરાઈ હતી.આડેસર પોલીસ સ્ટેશનમાં પીકઅપના ચાલક અને તપાસમાં સામે આવે તેવા અન્ય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.