ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડબ્રહ્મા-લક્ષ્મીપુરા રોડ પર બેફામ દારૂની હેરાફેરીનો વીડિયો વાયરલ, વીડિયો ઉતારતા જાગૃત નાગરિક પર બુટલેગરનો હુમલો!
Last Updated: 04:59 PM, 15 November 2026
ADVERTISEMENT
ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં દારૂની હેરાફેરીના બનાવો સામે આવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-લક્ષ્મીપુરા રોડ પર ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં ટૂ-વ્હીલર પર દારૂની હેરાફેરી થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કરતાં બુટલેગર દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ સામે આવ્યો છે.
ADVERTISEMENT
આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જાગી છે કે જો જાહેર માર્ગો પર આ રીતે દારૂની હેરાફેરી થતી હોય તો પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થવા સ્વાભાવિક છે.
ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવાની જવાબદારી પોલીસ તંત્રની છે. ત્યારે ખેડબ્રહ્મા-લક્ષ્મીપુરા રોડ પર બનેલી આ ઘટનામાં પોલીસ દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે અને દારૂની હેરાફેરી કરતા તત્ત્વો સામે ક્યારે કડક પગલાં લેવાશે તે જોવું રહ્યું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ‘પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવા રોકવામાં આવે છે’, આંબરડી સફારી પાર્કના વાયરલ વીડિયો પર ACFનો ખુલાસો
હવે મોટો સવાલ એ છે કે પોલીસ તંત્રને આ રીતે દારૂની હેરાફેરી કરતા તત્ત્વો ક્યારે દેખાશે? શું વાયરલ વીડિયો બાદ પોલીસ હરકતમાં આવશે?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.