ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / શેરબજારમાં કમાણીની નવી તક, 18 નવેમ્બરથી ખુલશે Crystal Crop IPO, જાણો પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ
Last Updated: 06:53 PM, 15 November 2026
ADVERTISEMENT
આ અઠવાડિયે બજારમાં મોટા IPOનો ધમાકો થવાનોછે. તેમાંથી એક છે ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનનો 455 કરોડનો IPO, જે 18 નવેમ્બરથી ખુલશે. બીજ-ખાતર અને એગ્રોકેમિકલ્સના ક્ષેત્રમાં કામ કરતી આ કંપનીના શેરોની ગ્રે માર્કેટમાં હાલત થોડી કમજોર પડી છે. જેમાં રોકાણનો નિર્ણય લેતા પહેલાં 7 મહત્વની બાબતો જાણી લેવી જોઈએ
ADVERTISEMENT
પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ
IPOનું પ્રાઇસ બેન્ડ 259થી 272 નક્કી કરવામાં આવ્યું છે. જેમાં એક લોટમાં 55 શેરો હશે.
ADVERTISEMENT
મહત્વની તારીખો
IPO 18થી 20 નવેમ્બર સુધી ખુલ્લું રહેશે. 23 નવેમ્બરએ એલોટમેન્ટ ફાઇનલ થશે અને 26 નવેમ્બરએ BSE તથા NSE પર લિસ્ટિંગ થશે.
ADVERTISEMENT
ગ્રે માર્કેટ પ્રીમિયમ
ગ્રે માર્કેટમાં શેરોની સ્થિતિ થોડી નબળી પડી છે. અપર પ્રાઇસ બેન્ડના આધારે GMP 40 એટલે કે 14.71%થી ઘટીને 27 રૂપિયા એટલે કે 9.93% પર આવી ગયું છે. નિષ્ણાતો કહે છે કે માત્ર GMP જોઈને નહીં પણ કંપનીના ફંડામેન્ટલ્સ જોઈને જ નિર્ણય લેવો જોઈએ.
ADVERTISEMENT
કેટલા શેરો ઈશ્યુ થશે
355 કરોડ રૂપિયાના નવા શેરો જારી થશે. તેની સાથે ઓફર ફોર સેલમાં 37 લાખથી વધુ શેરો વેચાશે, જેમાં પ્રમોટર અંકુર અગ્રવાલ પોતાની હિસ્સેદારી ઘટાડશે.
ADVERTISEMENT
રજિસ્ટ્રાર
રજિસ્ટ્રાર MUFG InTime India છે. એલોટમેન્ટ બાદ તેમની વેબસાઇટ તથા BSE-NSE પર સ્ટેટસ ચેક કરી શકાશે.
ADVERTISEMENT
પૈસાનો ઉપયોગ કેવી રીતે થશે?
ઓફર ફોર સેલના પૈસા પ્રમોટરને મળશે. નવા શેરોથી ઊભા થયેલા ફંડમાંથી મોટો ભાગ લગભગ 248 કરોડ રૂપિયા દેવું ઘટાડવા માટે વપરાશે. જેમાં અમુક પૈસા સબસિડિયરીમાં રોકાણ, એક્વિઝિશન અને અન્ય કોર્પોરેટ હેતુઓ માટે રાખવામાં આવશે.
કંપનીની વ્યવસાયિક સ્થિતિ
ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શન બીજ અને એગ્રોકેમિકલ્સ બનાવે છે. તેનું નેટવર્ક 23 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલું છે. આ સાથે 14,000થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ છે. કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત બની રહી છે. 2024-2026 દરમિયાન નેટ પ્રોફિટ વાર્ષિક આશરે 29%ની ઝડપથી વધીને 144.91 કરોડ રૂપિયા થયો છે, જ્યારે કુલ આવક 18%થી વધુ CAGR સાથે 3180 કરોડ રૂપિયાને પાર કરી છે. જૂન 2026 ત્રિમાસિકમાં કંપની પાસે 952 કરોડ રૂપિયાનું કુલ દેવું હતું પણ રિઝર્વ અને સરપ્લસમાં 1524 કરોડ રૂપિયા પડ્યા હતા.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો