ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ફિલ્ટર પ્લાન્ટ ગામમાં હોવા છતાં પીવાના શુદ્ધ પાણી માટે વલખાં, સવારે નળ ખોલતાં જ ગટર જેવું ગંદુ પાણી આવે
Last Updated: 07:33 PM, 15 November 2026
ADVERTISEMENT
વાવ તાલુકાના ચૂડમેર ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગામમાં ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં લોકોને શુદ્ધ પાણી મળતું ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સવારે નળમાં પાણી આવવાનું શરૂ થાય ત્યારે શરૂઆતમાં ગંદુ અને કાદવવાળું પાણી આવે છે, ત્યારબાદ ચોખ્ખું પાણી આવવા લાગે છે. જોકે કેટલાક દિવસો તો આખો દિવસ ગટર જેવું ગંદુ પાણી આવે છે, જે ઉપયોગમાં લેવા લાયક પણ હોતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવતાં ગ્રામજનોએ પાણીપુરવઠા વિભાગના અધિકારીઓ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.
ADVERTISEMENT

વાવ તાલુકાના ચૂડમેર ગામમાં પીવાના પાણીની સમસ્યા ગ્રામજનો માટે માથાનો દુખાવો બની છે. ગામમાં પાણી શુદ્ધ કરવા માટે ફિલ્ટરિંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ પ્લાન્ટ યોગ્ય રીતે કામ કરતો નથી અને લોકોને નિયમિત શુદ્ધ પાણી મળતું નથી.ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે સવારે નળમાં પાણી આવવાનું શરૂ થાય ત્યારે શરૂઆતમાં ગંદુ અને કાદવ-કીચડવાળું પાણી આવે છે. થોડા સમય બાદ ચોખ્ખું પાણી આવવા લાગે છે, પરંતુ કેટલાક દિવસો તો આખો દિવસ અત્યંત ગંદુ પાણી આવે છે. આ પાણી એટલું અશુદ્ધ હોય છે કે તેનો ઘરવપરાશમાં પણ ઉપયોગ કરી શકાય તેમ નથી.
ADVERTISEMENT

બીજી તરફ ગામમાં પાણી નિયમિત મળતું નથી અને ઓછા પ્રેશરની સમસ્યા પણ છે. વારંવાર પાઇપલાઇન તૂટી જવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. જેના કારણે ગ્રામજનોને પીવાનું પાણી બહારથી ભરીને લાવવાની ફરજ પડે છે.સ્થાનિક રહીશોએ પાણીના કારણે ચામડીના રોગો સહિત આરોગ્યને લગતી સમસ્યાઓ થવાની આશંકા વ્યક્ત કરી છે. પાણીની ગુણવત્તાની યોગ્ય તપાસ કરાવીને રિપોર્ટ જાહેર કરવાની પણ જરૂરિયાત છે.ગ્રામજનોનો સવાલ છે કે જ્યારે ગામમાં ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે તો પછી શુદ્ધ પાણી કેમ મળતું નથી? પાણીપુરવઠા વિભાગના થરાદના કાર્યપાલક ઇજનેર સહિતના જવાબદાર અધિકારીઓ આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે અને ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડે તેવી માગ ઉઠી છે.
ADVERTISEMENT

પાણી નિયમિત આવતું નથી.સવારે શરૂઆતમાં ગંદુ પાણી આવે છે. ઓછા પ્રેશર અને વારંવાર પાઇપલાઇન તૂટવાની સમસ્યા. રજૂઆતો છતાં કાયમી ઉકેલ નહીં આવતાં બહારથી પાણી લાવવાની ફરજ.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અંબાજીના રસ્તાઓ પર રઝળી પડી કલાકૃતિઓ, કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠ્યા સવાલ, 18 કરોડ પાણીમાં ગયા
સરકાર શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવે છે, પરંતુ જો ગ્રામજનોને ગંદુ પાણી મળતું હોય તો આ પ્લાન્ટનો હેતુ શું? શું પાણીપુરવઠા વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ કરી પાણીના નમૂનાની ચકાસણી કરશે? અને સૌથી મોટો સવાલ એ છે કે ચૂડમેર ગામના લોકોને શુદ્ધ પીવાનું પાણી ક્યારે મળશે?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.