ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાણી ભરી રાખજો, સોમવારે અમદાવાદના આ વિસ્તારોમાં પાણી નહીં આવે

જનતા જોગ / પાણી ભરી રાખજો, સોમવારે અમદાવાદના આ વિસ્તારોમાં પાણી નહીં આવે

Published By: Hiralal Parmar

Last Updated: 07:36 PM, 15 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 16 નવેમ્બરે કેટલાક વિસ્તારોમાં પાણી કાપ રહેવાનો છે.

ADVERTISEMENT

અમદાવાદમાં આવતીકાલે એટલે કે સોમવારે કેટલા વિસ્તારોમાં પાણી કાપ રહેવાનો છે જેમાં બોડકદેવ, ગોતા, થલતેજ, બોપલ અને સરખેજ સહિતના બીજા વિસ્તારો સામેલ છે. જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના સમારકામ માટે પાણી કાપ મૂકવામાં આવ્યો છે જોકે એકાદ દિવસમાં પાણીનો પુરવઠો ફરી ચાલુ થઈ જશે.

શું ખરાબી થઈ?

AMC દ્વારા જણાવ્યા પ્રમાણે, જાસપુર પ્લાન્ટ આધારિત લાઈન પૈકી લીલાપુર ગામ પાસે આવેલ લીલાપુર તળાવ નજીકની 1300 મીમી વ્યાસની લાઈનના સ્કાઉર વાલ્વનો સ્પીન્ડલ રોડ ખરાબ થઈ ગયો હોવાથી નવો સ્પીન્ડલ રોડ નાખવામાં આવશે. જ્યારે સરખેજ નેશનલ હાઈવે પર કેડીલા સર્કલથી APMC તરફ જતી 750 મીમી વ્યાસની એમ.એસ. ટ્રંકમેઈન લાઈન પર અંબર ટાવર- ક્લાસિક હોમ પાસે ડ્રેનેજ રી-હેબની કામગીરીમાં નડતરરૂપ લાઈન શિફ્ટિંગનું કામ હાથ ધરાશે.

આ પણ વાંચો : નાની દમણના દરિયામાં ભરતી આવતા ટાપુ પર ફસાયો પરિવાર, બે બાળકો સહિત 8 લોકોના જીવ જોખમાયા!

કયા વિસ્તારોમાં પાણીકાપ

ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા, બોડકદેવ, થલતેજ, હેબતપુર, શીલજ, બોપલ-ઘુમા ઉપરાંત સરખેજ-મક્તમપુરા વોર્ડમાં સવારે પાણી પુરવઠો પુરો પાડ્યા બાદ બપોર પછી સપ્લાય બંધ કરી દેવામાં આવશે. જે બીજા દિવસે એટલે કે મંગળવારે 17 નવેમ્બરે સમારકામ બાદ જેટલું પાણી ઉપલબ્ધ હોય તેટલું આપવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news ahmedabad water cut

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ