ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : 'આપણે સિંહના સંતાન' ઉનામાં કોળી સમાજના સ્નેહ મિલનમાં પરુષોત્તમ સોલંકીનો આગવો અંદાજ
Last Updated: 07:54 PM, 15 November 2026
ADVERTISEMENT
હુંકાર સમારોહને સંબોધતા મંત્રી પરુષોત્તમ સોલંકીએ પોતાના આગવા અંદાજમાં સમાજને સિંહ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આપણે સિંહના સંતાન છીએ અને સિંહ તો સિંહ જ કહેવાય. કોઈના બોલવાથી આપણને કોઈ ફરક પડતો નથી. સિંહ જ્યારે ફરતો હોય ત્યારે આજુબાજુમાં કૂતરા ઘણા ભસતા હોય, પરંતુ સિંહ પોતાની મસ્તીમાં જ રહે છે અને પાછળ કોણ શું બોલે છે તેની પરવા કરતો નથી. સિંહની એક ડણકથી બધા ભાગી જાય છે, એટલે આપણે પાછળ જોવાની જરૂર નથી. તેમના આ નિવેદનથી સમગ્ર સમારોહમાં ભારે ચર્ચા જાગી હતી.
ADVERTISEMENT
ઉનામાં કોળી સમાજના સ્નેહ મિલન પરસોત્તમભાઈ સોલંકીનો હુંકાર, કહ્યું સિંહ ચાલતો હોયને તો આજુબાજુ શ્વાન તો ફર્યા કરે #ParshottamSolanki #Una #KoliSamaj #PoliticalStatement #GujaratPolitics #VTVDigital https://t.co/z2N7J52uks
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 15, 2026
'પગમાં દુખાવો છતાં દીકરીના આગ્રહને કારણે આવ્યો'
ADVERTISEMENT
પોતાની નાદુરસ્ત તબિયત અંગે ભાવુક થતા તેમણે ઉમેર્યું હતું કે, મારી દીકરી દીપુના આગ્રહ અને સમાજના પ્રેમના કારણે મારાથી રહેવાતું નથી. આજે મારા પગમાં અસહ્ય દુ:ખાવો છે અને પગની છેલ્લી આંગળી પણ કાપવી પડી છે, તેમ છતાં હું લંગડાતો-લંગડાતો અહીં ઉના આવ્યો છું.
વધુ વાંચો ; પાણી ભરી રાખજો, સોમવારે અમદાવાદના આ વિસ્તારોમાં પાણી નહીં આવે
ADVERTISEMENT
સંમેલનમાં બીજુ શું બોલ્યાં?
પરુષોત્તમ સોલંકીએ કહ્યું કે અમે મુંબઈના રહેવાસી છીએ અને ત્યાં અમે ભાઈગીરી કરી છે. તેમ છતાં મુંબઈથી આવી ને તમારી વચ્ચે ભાષણ આપવું નાની વાત નથી. અમે સમાજ ને કંઈક આપ્યું છે અને જે કરીએ તે સમાજ માટે કરીએ છીએ.તેમ છતાં અમે કયારેય અહંમ નથી કર્યો કે સત્તા નો દૂર ઉપયોગ કર્યો હોય. અમારે રાજકારણ પણ કરવું નથી. કે કોઈની જમીન પડાવવી નથી. આખા દરિયા કાંઠામાં 50 ટકા કોળી સમાજની વસતી છે. તમારા મતનો ઉપયોગ કરી જાય એવા લોકોને મત ન આપતા. પરસોત્તમ સોલંકીનો આ આગવો અંદાજ સમાજનો લોકોને ખૂબ પસંદ આવ્યો અને રાજનીતિમાં પણ તેની ચર્ચા ચાલી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.