ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણના જંગરાલ ગામે પ્રેમીપંખીડાએ ખેતરમાં લીમડાના ઝાડે ગળે*ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગુજરાત / પાટણના જંગરાલ ગામે પ્રેમીપંખીડાએ ખેતરમાં લીમડાના ઝાડે ગળે*ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Published By: Nidhi Panchal

Last Updated: 08:25 AM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણના સરસ્વતી તાલુકામાં એક ખેતરમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જંગરાલ ગામની સીમમાં લીમડાના ઝાડ સાથે બંનેના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

પાટણ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ખેતરમાં સવારના સમયે એવું દૃશ્ય જોવા મળ્યું કે ખેતર માલિક પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સરસ્વતી તાલુકાના જંગરાલ ગામની સીમમાં આવેલા એક ખેતરના લીમડાના ઝાડ સાથે યુવક અને યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાથમિક પોલીસ તપાસમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અને પ્રેમ પ્રકરણના કારણે બંનેએ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.

patan

મળતી માહિતી મુજબ, સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે નિર્મિત પેટ્રોલ પંપની પાછળ રાજુ મલા દેસાઈનું ખેતર આવેલું છે. 15 નવેમ્બર 2026ના રોજ સવારે ખેતર માલિક પોતાના ખેતરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની નજર ખેતરમાં આવેલા લીમડાના ઝાડ પર પડી હતી. ઝાડ સાથે એક યુવક અને યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા. ઘટનાની ગંભીરતા સમજી તેમણે તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી.

ઇન્ચાર્જ નટવર શંકર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો

ઘટનાની જાણ થતાં જ 112 જનરક્ષક વાનના ઇન્ચાર્જ નટવર શંકર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત વાગડોદ પોલીસ સ્ટેશનની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે જરૂરી કાર્યવાહી અને પંચનામું કર્યું હતું. ત્યારબાદ બંને મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે જંગરાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા.

સરસ્વતી તાલુકાના ખોડાણા ગામના વતની તરીકે થઈ

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ સરસ્વતી તાલુકાના ખોડાણા ગામના વતની તરીકે થઈ છે, જ્યારે યુવતી હામાણીપુરા ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ પ્રકરણના કારણે જ બંનેએ આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ અંગે વાગડોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.વી. દેસાઈએ પણ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની અને તેના કારણે આપઘાત કર્યો હોવાની માહિતી આપી હતી.

આ પણ વાંચો : અદાણી બાદ હવે ગુજરાત એનર્જીએ પણ ગેસના ભાવમાં કર્યો મોટો વધારો, જાણો કેટલો?

બીજી તરફ, જંગરાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે બંને પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ વાગડોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંનેએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું અને આ ઘટના પાછળની અન્ય કોઈ બાબત જવાબદાર છે કે કેમ તે સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Patan News Love Couple Suicide Saraswati Taluka

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ