ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારત કરશે 2029ની ચેમ્પિયન ટ્રોફી અને 2031 ODI વર્લ્ડ કપની મેજબાની, ICCનું મોટું એલાન
Last Updated: 09:38 PM, 15 November 2026
ADVERTISEMENT
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) 2035 સુધી મુખ્ય પુરુષોની ક્રિકેટ ટૂર્નામેન્ટનું શિડ્યુઅલ જાહેર કરી દીધું છે. ICC બોર્ડે ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી બેઠકો બાદ આ નિર્ણય લીધો છે. કેલેન્ડરમાં ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
🚨 ICC TOURNAMENT ROADMAP FOR 2033–2035! 🚨 The upcoming ICC calendar features a packed schedule of international cricket events. Five major tournaments are scheduled between June 2033 and November 2035. 🏏🏟️ #ICC | #Cricket | #CWC https://t.co/emaX0qG0xB
— CricFollow (@CricFollow56) November 15, 2026
ભારતને મળી બે મોટી ટૂર્નોમેન્ટની મેજબાની
ADVERTISEMENT
આ જાહેરાત મુજબ, ભારત બે મુખ્ય ICC ટુર્નામેન્ટનું આયોજન કરશે. ભારત ઓક્ટોબર 2029 માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરશે . ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે 2031 માં ODI વર્લ્ડ કપનું આયોજન કરશે. આ ટુર્નામેન્ટ 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર સુધી રમાશે.
T20 વર્લ્ડ કપનું શિડ્યુઅલ પણ નક્કી
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સંયુક્ત રીતે 2028માં T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. આ ટુર્નામેન્ટ 12 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન રમાશે. આવૃત્તિ હશે. ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ 2030 માં સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. આ ટુર્નામેન્ટ 4 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન યોજાશે. 2032 T20 વર્લ્ડ કપ 14 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન અને 2034 વર્લ્ડ કપ 6 જુલાઈથી 6 ઓગસ્ટ દરમિયાન યોજાવાનો છે.
ઇંગ્લેન્ડ WTC ફાઇનલનું આયોજન કરશે
ADVERTISEMENT
ઇંગ્લેન્ડ 2029 અને 2031 WTC ફાઇનલનું આયોજન કરશે. 2029 ફાઇનલ 8-12 જૂન દરમિયાન અને 2031 ફાઇનલ 12-16 જૂન દરમિયાન રમાશે.
ADVERTISEMENT
બે ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં રમાશે
ભારતમાં 2029 માં ચેમ્પિયન્સ ટ્રોફી પછી , આગામી આવૃત્તિ 2033 માં યોજાશે. 2033 ની ટુર્નામેન્ટ 2 થી 23 ઓક્ટોબર દરમિયાન યોજાશે. જોકે, યજમાન દેશની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. ODI વર્લ્ડ કપની વાત કરીએ તો, આ ઇવેન્ટ આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ટુર્નામેન્ટ પછી ઉપખંડમાં પાછી ફરશે. ભારત અને બાંગ્લાદેશ 2031માં સંયુક્ત રીતે તેનું આયોજન કરશે. ત્યારબાદ 2035નો ODI વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.