ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આવતા અઠવાડિયે ખુલશે સરકારી કંપનીનો મેગા IPO, GMPથી લઈને કમાણી સુધી જાણો તમામ વિગતો

બિઝનેસ / આવતા અઠવાડિયે ખુલશે સરકારી કંપનીનો મેગા IPO, GMPથી લઈને કમાણી સુધી જાણો તમામ વિગતો

Published By: Nirav Kumar

Last Updated: 09:38 PM, 15 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં આગામી અઠવાડિયે 9500 કરોડનો મોટો સરકારી IPO ખુલવા જઈ રહ્યો છે. જેમાં Coal India પોતાની 10% હિસ્સેદારી વેચશે.

ADVERTISEMENT

કોલ ઇન્ડિયાની પેટાકંપની મહાનદી કોલફીલ્ડ્સનો IPO આવતા અઠવાડિયે 19 નવેમ્બરથી ખુલવાનો છે. આ સંપૂર્ણરીતે ઓફર ફોર સેલ હશે જેમાં કોલ ઇન્ડિયા પોતાની 10% હિસ્સેદારી વેચશે. આશરે 9500 કરોડ રૂપિયાના આ ઇશ્યૂમાં કંપનીને કોઈ નવું પૈસું મળશે નહીં બધું કોલ ઇન્ડિયાના ખાતે જશે.

આ IPOમાં 66.18 કરોડ ઇક્વિટી શેરો વેચાશે. જેમાં એન્કર બુક 18 નવેમ્બરએ ખુલશે જ્યારે સામાન્ય રોકાણકારો માટે ઇશ્યૂ 19થી 23 નવેમ્બર સુધી ખુલ્લું રહેશે. જેમાં એલોટમેન્ટ 25 નવેમ્બરએ અને લિસ્ટિંગ 27 નવેમ્બરએ થવાની શક્યતા છે.

કોલ ઇન્ડિયાના કર્મચારીઓ માટે 5% અને કોલ ઇન્ડિયાના શેરધારકો માટે 10% શેરો રીઝર્વ રાખવામાં આવ્યા છે. બાકીના નેટ ઇશ્યૂમાં 50% ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ, જેમાં 15% નોન-ઇન્સ્ટિટ્યૂશનલ અને 35% રિટેલ રોકાણકારો માટે રાખવામાં આવશે. આ IPO માં પ્રાઇસ બેન્ડ હજુ જાહેર થયું નથી. તે 16 નવેમ્બરએ જાહેર થવાની અપેક્ષા છે. જેમાં ગ્રે માર્કેટમાં અનલિસ્ટેડ શેરોને મધ્યમ પ્રતિસાદ મળી રહ્યો છે અને હાલમાં GMP આશરે 8 રૂપિયાની આસપાસ છે.

ઉલ્લેખનીય છે કે, મહાનદી કોલફીલ્ડ્સની સ્થાપના એપ્રિલ 1992માં થઈ હતી. જેમાં કંપની ઓડિશાના તાલચર અને ઇબ વેલી કોલ ક્ષેત્રોમાં કામ કરે છે જ્યાં આશરે 106.76 અબજ ટન કોલ સંસાધનો હોવાનો અંદાજ છે. જેમાં વર્ષ 2025-26માં તેને કોલ ઇન્ડિયાના કુલ ઉત્પાદનમાં 28.4%નું યોગદાન આપ્યું હતું.

વધુ વાંચો : શેરબજારમાં કમાણીની નવી તક, 18 નવેમ્બરથી ખુલશે Crystal Crop IPO, જાણો પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ

નાણાકીય કામગીરીની વાત કરીએ તો સપ્ટેમ્બર 2026 સુધીના 6 મહિનામાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 6.7% વધીને 4880.7 કરોડ રૂપિયા થયો હતો અને રેવન્યુ 9.3% વધીને 16,093 કરોડ રૂપિયાએ પહોંચ્યું. જોકે આખા વર્ષ 2025-26માં નફો થોડો ઘટીને 10,698 કરોડ રૂપિયા અને રેવન્યુ 30,549 કરોડ રૂપિયા રહ્યું હતું. જેમાં આ સરકારી કંપની હોવાથી અને મજબૂત મધર કંપની કોલ ઇન્ડિયાના સમર્થનને કારણે આ IPO રોકાણકારોના ધ્યાનમાં છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO GMP Mahanadi Coalfields Review Mahanadi Coalfields IPO

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ