ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / 21 નવેમ્બરે છે તુલસી વિવાહ, સુખ-સમૃદ્ધિ માટે આ રીતે કરાવો ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના લગ્ન
6 ફોટો ગેલેરી
Last Updated: 12:17 AM, 16 November 2026
1/6
હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ દિવસે તુલસી માતા અને ભગવાન શાલિગ્રામના લગ્ન કરાવવામાં આવે છે. માન્યતા છે કે તુલસી વિવાહ કરાવવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જો તમે પણ આ વર્ષે ઘરે તુલસી વિવાહનું આયોજન કરી રહ્યા છો, તો પૂજાની તૈયારીમાં કોઈ વસ્તુ રહી ન જાય તે માટે આ સામગ્રીની યાદી ચોક્કસ જાણી લો.
2/6
તુલસીનો છોડ, ભગવાન શાલિગ્રામ અથવા વિષ્ણુજીની પ્રતિમા, લાલ કે પીળી ચુનરી, પીળું અથવા સાફ વસ્ત્ર, કંકુઅને ચંદન, હળદર અને અક્ષત, ફૂલો અને ફૂલોની માળા, લાલ દોરો, દીવો અને ઘી અથવા તેલ, ધૂપ અને અગરબત્તી, કપૂર, પૂજાની થાળી, કળશ અને જળ, પંચામૃત,નારિયેળપાન અને સોપારી,મોસમી ફળ,મીઠાઈ અને પ્રસાદ,ભોગ માટે તુલસીના પાંદડા,રંગોલી માટે રંગ અથવા ફૂલો
ADVERTISEMENT
3/6
4/6
સાંજે શુભ મુહૂર્તમાં પૂજા શરૂ કરો. પહેલા ભગવાન ગણેશનું સ્મરણ કરીને તુલસી માતા અને શાલિગ્રામને તિલક લગાવો. દીવો અને ધૂપ પ્રગટાવીને ફળ, મીઠાઈ અને બીજા ભોગ અર્પણ કરો. ત્યારબાદ બંને વચ્ચે પ્રતીકાત્મક વિવાહની રસમ કરો. ઘણી પરંપરાઓમાં તુલસી અને શાલિગ્રામને વસ્ત્ર કે મૌલીથી જોડીને ફેરા પણ કરાવવામાં આવે છે. અંતે આરતી કરીને સૌને પ્રસાદ વહેંચો.
ADVERTISEMENT
5/6
પૂજા દરમિયાન સ્વચ્છતા અને શ્રદ્ધાનું ધ્યાન રાખો. પોતાના પરિવારની પરંપરા અનુસાર રસમો પૂર્ણ કરો. જો શાલિગ્રામ ન મળે તો ભગવાન વિષ્ણુની પ્રતિમા કે તસવીર સામે પણ પૂજા કરી શકાય છે. પૂજા પછી જરૂરિયાતમંદોને ભોજન કે બીજી વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. તુલસી વિવાહ દેવઉઠણી એકાદશી પછી માંગલિક કાર્યોની શરૂઆતનું સંકેત આપે છે. આ પર્વ ભક્તિ, પારિવારિક એકતા અને પ્રકૃતિ પ્રત્યેના સન્માનનો સંદેશ આપે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ