ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચક્રવાતી વાવાઝોડાનું એલર્ટ! બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય, 9 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
5 ફોટો ગેલેરી
Last Updated: 07:45 AM, 16 November 2026
1/5
દેશના અનેક રાજ્યોમાં હવામાન અચાનક બદલાવાની શક્યતા છે. એક તરફ ઠંડીની શરૂઆત થઈ રહી છે, તો બીજી તરફ દરિયામાં સર્જાયેલી હવામાનની હલચલ હવે ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. બંગાળની ખાડીમાં બનેલું લો-પ્રેશર હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16 નવેમ્બરે આ સિસ્ટમ ચક્રવાતી વાવાઝોડામાં અને 17 નવેમ્બરે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ સંભવિત વાવાઝોડાની અસર દેશના અનેક ભાગોમાં જોવા મળી શકે છે.
2/5
હવામાન વિભાગે 16 નવેમ્બર, સોમવારના રોજ દેશનાં આશરે 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં અંદમાન-નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ વધી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન વધુ ખરાબ થવાની શક્યતા છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં પવનની ઝડપ 55થી 65 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી છે. જ્યારે પવનના ઝાપટા 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
3/5
બીજી તરફ ઉત્તર પ્રદેશમાં 16 નવેમ્બરે વરસાદની કોઈ ખાસ શક્યતા નથી, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળી શકે છે. ખાસ કરીને બરેલી અને કુશીનગર સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસની સ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે વાહનચાલકોએ સાવચેતી રાખવાની જરૂર છે. જ્યારે બિહારમાં આગામી દિવસોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહારમાં 15 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી વરસાદની કોઈ શક્યતા નથી અને હવામાન મુખ્યત્વે સૂકું રહેશે.
4/5
દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો એટલે કે NCRમાં પણ હવામાનની સ્થિતિ અલગ જોવા મળશે. અહીં આકાશ મુખ્યત્વે સાફ રહેવાની શક્યતા છે, જોકે સવારના સમયે હળવું ધુમ્મસ છવાઈ શકે છે. દિલ્હી-NCRમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે. એટલે કે અહીં વરસાદ કરતાં ઠંડી અને સવારના ધુમ્મસની અસર વધુ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
5/5
રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ 16 નવેમ્બરે હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. આ રાજ્યોમાં હાલ ભારે વરસાદ કે હિમવર્ષા અંગે કોઈ મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી હવામાન પ્રણાલીની અસરને કારણે દેશના વિવિધ વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન અને વરસાદને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે. આગામી દિવસોમાં ચક્રવાતી વાવાઝોડું કઈ દિશામાં આગળ વધે છે અને તેની અસર કયા વિસ્તારોમાં વધુ જોવા મળે છે તેના પર હવામાન વિભાગની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ