ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કરોડોના ખર્ચે બનેલા સરખેજ-ઈસ્કોન બ્રિજ પર ડામરનું કામ અધૂરું, ઉબડખાબડ રસ્તાથી વાહનચાલકો પરેશાન
Last Updated: 10:38 AM, 16 November 2026
ADVERTISEMENT
અમદાવાદમાં વિકાસનાં કામો વચ્ચે ફરી એકવાર બાંધકામની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સરખેજ-ઈસ્કોન બ્રિજ પર વાહનચાલકોને સરળ મુસાફરીની સુવિધા મળવાની આશા હતી, પરંતુ બ્રિજ પર પહોંચ્યા બાદ વાહનચાલકોને ઉબડખાબડ રસ્તાનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજ પર રસ્તાની કામગીરી અધૂરી હોવાને કારણે વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને રસ્તા પર ડામરનું યોગ્ય સરફેસિંગ કરવામાં ન આવતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, સરખેજ-ઈસ્કોન બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ તેના પરથી વાહનવ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ બ્રિજ પર રસ્તાની કામગીરી યોગ્ય રીતે પૂર્ણ થઈ ન હોવાનું સામે આવ્યું છે. રસ્તા પર ડામરનું સરફેસિંગ ન કરાતાં અનેક જગ્યાએ માર્ગ ઉબડખાબડ જોવા મળી રહ્યો છે. જેના કારણે બ્રિજ પરથી પસાર થતાં વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ઝડપથી પસાર થતાં વાહનો માટે આ રસ્તો જોખમી બની શકે છે.
ADVERTISEMENT
બ્રિજ પર રસ્તાની અધૂરી કામગીરીને લઈને સ્થાનિક લોકો અને વાહનચાલકોએ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બ્રિજ બનાવવામાં આવ્યો હોવા છતાં રસ્તાનું કામ યોગ્ય રીતે પૂર્ણ ન થયું હોય તો જવાબદારી કોની, તેવો સવાલ પણ લોકો કરી રહ્યા છે. બ્રિજ જેવી મહત્વની સુવિધા પર રસ્તાની ગુણવત્તા અને કામગીરીનું યોગ્ય ધ્યાન રાખવું જરૂરી છે. તેમ છતાં ડામરનું સરફેસિંગ અધૂરું રહેતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ અંગે એક વાહનચાલકે પોતાની નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બ્રિજનું ઉદ્ઘાટન વહેલું કરવા માટે ઉતાવળ કરવામાં આવી હોય તેવું લાગે છે. તેના કારણે રસ્તાનું કામ પૂર્ણ કરવાનું રહી ગયું છે. જો બ્રિજનું ઉદ્ઘાટન કરતા પહેલાં રસ્તાની કામગીરી યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવી હોત તો આજે વાહનચાલકોને આવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હોત. વાહનચાલકોના જણાવ્યા પ્રમાણે, બ્રિજ પર રસ્તો ઉબડખાબડ હોવાથી વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે.
ADVERTISEMENT
સૌથી મોટી ચિંતા અકસ્માતની છે. રસ્તા પર યોગ્ય સરફેસિંગ ન હોવાથી વાહનચાલકોનું સંતુલન બગડવાની અને અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ સ્થિતિ વધુ જોખમી બની શકે છે. ત્યારે સવાલ એ છે કે કરોડોના ખર્ચે બનેલા બ્રિજ પર રસ્તાની કામગીરી અધૂરી કેમ રાખવામાં આવી? શું ઉદ્ઘાટનની ઉતાવળમાં જરૂરી કામો પૂર્ણ કરવાનું રહી ગયું? હવે વાહનચાલકોની માગ છે કે સંબંધિત તંત્ર અને કોન્ટ્રાક્ટર તાત્કાલિક રસ્તાનું યોગ્ય સરફેસિંગ કરાવે, જેથી બ્રિજ પરથી પસાર થતાં લોકોને મુશ્કેલી અને અકસ્માતના ભયમાંથી રાહત મળી શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.