ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / IPL 2027માં કઈ ટીમની કમાન કોના હાથમાં હશે? રોહિતનું શું થશે-પંતની વાપસીથી દિલ્હી કેપિટલ્સમાં સમીકરણ બદલાશે?
Last Updated: 10:44 AM, 16 November 2026
ADVERTISEMENT
આ વખતે IPLની મિની ઓક્શન પહેલાં ટીમોએ પોતાના ખેલાડીઓની રિટેન્શન યાદી જાહેર કરવાની છે. ત્યારબાદ હરાજીમાં નવા ખેલાડીઓને ખરીદીને ટીમો પોતાની તાકાત વધારશે. જોકે, ખેલાડીઓની પસંદગી કરતાં પણ કેટલીક ફ્રેન્ચાઇઝીઓ માટે કેપ્ટન પસંદ કરવો મોટો પડકાર બની શકે છે. મુંબઈ ઇન્ડિયન્સમાં રોહિત શર્માની વાપસીની શક્યતા છે, તો કોલકાતા નાઈટ રાઈડર્સમાં રિંકુ સિંહના નામની ચર્ચા છે. બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સમાં પણ નવા કેપ્ટનને લઈને અનેક વિકલ્પો સામે આવ્યા છે.
ADVERTISEMENT
The trade confirmation you have been waiting for is HERE! Two marquee #TeamIndia stars, two franchise and a blockbuster trade 🎇 Hardik Pandya heads to @PunjabKingsIPL and Arshdeep Singh moves to @mipaltan. 📌 Hardik will join #PBKS at a revised fee of INR 18 crore, up from 16.5 crores. 📌 Arshdeep will join #MI at his existing fee of INR 18 crore Details ▶️ https://t.co/i4RpaGg2BE #TATAIPL2027
— IndianPremierLeague (@IPL) November 11, 2026
ADVERTISEMENT
IPL 2027ની તૈયારી વચ્ચે મુંબઈ ઇન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટનશિપનો મુદ્દો ચર્ચામાં છે. આ ચારેય ટીમોમાં કેપ્ટન બદલવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. ક્યાંક અનુભવી ખેલાડી પર ફરી વિશ્વાસ મૂકવાની વાત છે, તો ક્યાંક યુવા ખેલાડીને મોટી જવાબદારી આપવાની ચર્ચા ચાલી રહી છે.મિની ઓક્શન પહેલાં ફ્રેન્ચાઇઝીઓએ નક્કી કરવાનું રહેશે કે કયા ખેલાડીઓને પોતાની સાથે જાળવી રાખવા છે. આ નિર્ણયની અસર ટીમના કેપ્ટન અને આગામી સીઝનની રણનીતિ પર પણ પડી શકે છે. ખાસ વાત એ છે કે ચારેય ટીમો પાસે એવા ખેલાડીઓ છે, જેઓ કેપ્ટન બનવાની ક્ષમતા ધરાવે છે.
ADVERTISEMENT
મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશિપને લઈને સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. હાર્દિક પંડ્યાના પંજાબ કિંગ્સમાં જવાની વાત બાદ મુંબઈ પાસે નવા કેપ્ટનને પસંદ કરવાનો વિકલ્પ રહેશે. હવે સવાલ એ છે કે પાંચ વખત IPLનો ખિતાબ જીતાડનાર રોહિત શર્માને ફરી ટીમની કમાન સોંપવામાં આવશે કે પછી કોઈ યુવા ખેલાડીને તક મળશે?રોહિત શર્મા મુંબઈ માટે સૌથી અનુભવી વિકલ્પ છે. તેઓ લાંબા સમયથી ટીમ સાથે જોડાયેલા છે અને ખેલાડીઓની રમત તથા ટીમની અંદરની સ્થિતિથી સારી રીતે પરિચિત છે. તેમના નેતૃત્વમાં મુંબઈએ પાંચ વખત IPL ટ્રોફી જીતી છે. તેથી તેમની પાસે ફરી કેપ્ટનશિપ સોંપવાનો વિકલ્પ ટીમ માટે ખુલ્લો છે.બીજી તરફ તિલક વર્માનું નામ પણ ભવિષ્યના કેપ્ટન તરીકે ચર્ચામાં છે. તિલક યુવા ખેલાડી છે અને ટીમમાં પોતાની જગ્યા મજબૂત કરી ચૂક્યા છે. મુંબઈએ હવે નક્કી કરવાનું રહેશે કે તે અનુભવી રોહિત પર ફરી વિશ્વાસ મૂકે છે કે પછી લાંબા ગાળાની તૈયારી સાથે તિલકને જવાબદારી આપે છે.
ADVERTISEMENT
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે પણ નવા કેપ્ટનની પસંદગી કરવાનો સવાલ છે. અજિંક્ય રહાણેના સંન્યાસ બાદ ટીમે આગામી સીઝન માટે નવા નેતાની શોધ કરવી પડશે. વર્ષ 2026માં ટીમનું પ્રદર્શન પણ ખાસ રહ્યુ નહોતું અને પોઈન્ટ ટેબલમાં સાતમું સ્થાન મળ્યુ હતુ.આ સ્થિતિમાં રિંકુ સિંહનું નામ કેપ્ટનશિપની રેસમાં આગળ ચર્ચાઈ રહ્યુ છે. રિંકુ લાંબા સમયથી KKR સાથે જોડાયેલા છે અને ટીમના મહત્વના ખેલાડી છે. તેમની પાસે ટીમ સાથે રમવાનો સારો અનુભવ પણ છે. જોકે, IPL જેવી મોટી T20 લીગમાં કેપ્ટનશિપ કરવી એ અલગ જવાબદારી છે.ટીમ મેનેજમેન્ટ સામે સવાલ એ રહેશે કે રિંકુ સિંહને નવી જવાબદારી સોંપવી કે પછી કોઈ અનુભવી ખેલાડીને કેપ્ટન બનાવવો. આગામી સીઝન પહેલાં આ નિર્ણય KKR માટે ખાસ રહેશે.
🚨 News 🚨 @ChennaiIPL and @SunRisers have completed a four-player trade ahead of #TATAIPL 2027. Liam Livingstone (INR 6 Crore, revised fee) and Jack Edwards (INR 3 Crore) move to #CSK, while Khaleel Ahmed (INR 4.8 Crore) and Nathan Ellis (INR 2 Crore) join #SRH. Details ▶️ https://t.co/wC0HDKvRzJ
— IndianPremierLeague (@IPL) November 5, 2026
ADVERTISEMENT
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) માટે પણ કેપ્ટનશિપનો મુદ્દો મહત્વનો છે. ઋષભ પંતના દિલ્હી કેપિટલ્સમાં પાછા ફર્યા બાદ લખનઉએ નવા કેપ્ટનની પસંદગી કરવી પડશે. ટીમ છેલ્લા બે સીઝનથી પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નથી. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઇઝી આગામી સીઝન માટે અનુભવી કેપ્ટન પસંદ કરવા માગશે.આ રેસમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરમનું નામ ચર્ચામાં છે. માર્કરમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટનશિપનો અનુભવ છે. આ કારણે તેઓ લખનઉ માટે એક વિકલ્પ બની શકે છે.આ ઉપરાંત નિકોલસ પૂરન અને મિચેલ માર્શના નામ પણ સંભવિત કેપ્ટન તરીકે સામે આવી રહ્યા છે. પૂરન પાસે T20 ક્રિકેટનો સારો અનુભવ છે, જ્યારે માર્શ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નેતૃત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. હવે લખનઉએ એવા ખેલાડીને પસંદ કરવાનો રહેશે જે મેદાન પર દબાણની સ્થિતિમાં યોગ્ય નિર્ણય લઈ શકે.
ADVERTISEMENT
🚨 News 🚨 T. Natarajan returns to @SunRisers, Zeeshan Ansari moves to @DelhiCapitals following a player trade between the two franchises. More details 🔽 | #TATAIPL https://t.co/1fXQ3GqWPp
— IndianPremierLeague (@IPL) October 14, 2026

આ પણ વાંચોઃ ભારત કરશે 2029ની ચેમ્પિયન ટ્રોફી અને 2031 ODI વર્લ્ડ કપની મેજબાની, ICCનું મોટું એલાન
દિલ્હી કેપિટલ્સમાં કેપ્ટનશિપનું સમીકરણ સૌથી વધુ ચર્ચામાં છે. ઋષભ પંતની ટીમમાં વાપસી બાદ કેપ્ટન કોણ બનશે તે સવાલ ઊભો થયો છે. કારણ કે વર્ષ 2026માં અક્ષર પટેલે ટીમનું નેતૃત્વ કર્યુ હતુ. હવે પંતની વાપસીથી ટીમ પાસે ફરી એક અનુભવી વિકલ્પ આવી ગયો છે.ઋષભ પંત અગાઉ પણ દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરી ચૂક્યા છે. તેઓ ટીમની રમત અને ખેલાડીઓથી સારી રીતે પરિચિત છે. તેથી ફ્રેન્ચાઇઝી ફરી એકવાર તેમને કેપ્ટન બનાવવાનો નિર્ણય લઈ શકે છે.બીજી તરફ અક્ષર પટેલ પણ કેપ્ટનશિપના દાવેદાર છે. વર્ષ 2026માં ટીમનું નેતૃત્વ કરવાનો તેમને અનુભવ મળ્યો છે. આ ઉપરાંત કેએલ રાહુલનું નામ પણ સંભવિત કેપ્ટન તરીકે ચર્ચામાં છે. રાહુલ પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPLમાં કેપ્ટનશિપનો અનુભવ છે.હવે દિલ્હી કેપિટલ્સે નક્કી કરવાનું રહેશે કે પંતને ફરી કેપ્ટન બનાવવો, અક્ષર પર વિશ્વાસ જાળવી રાખવો કે પછી રાહુલને નવી જવાબદારી સોંપવી. IPL 2027 પહેલાં આ ચારેય ટીમોના કેપ્ટનશિપના નિર્ણય પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ