ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / શૂટિંગને રિયલ બનાવવા આદિત્ય રોય કપૂરે ખરેખર પીધો દારૂ, પછી કંઈક એવું થયું કે અટકાવવું પડ્યું શૂટિંગ!

મનોરંજન / શૂટિંગને રિયલ બનાવવા આદિત્ય રોય કપૂરે ખરેખર પીધો દારૂ, પછી કંઈક એવું થયું કે અટકાવવું પડ્યું શૂટિંગ!

Published By: Jinal Chauhan

Last Updated: 08:48 AM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂરે ફિલ્મ 'આશિકી 2'ના એક સીનને રિયલ બનાવવા માટે ખરેખર દારૂ પી લીધો હતો. જોકે, દારૂ પીધા પછી તેમની હાલત એવી થઈ કે શૂટિંગ જ રોકી દેવું પડ્યું હતું.

ADVERTISEMENT

આદિત્ય રોય કપૂરની ફિલ્મ 'આશિકી 2' આજે પણ દર્શકોની પસંદગીની ફિલ્મોમાં સામેલ છે. આ ફિલ્મમાં તેમણે દારૂની લત ધરાવતા એક સિંગર રાહુલ જયકરનો રોલ કર્યો હતો. આ પાત્રને પડદા પર જીવંત બનાવવા માટે આદિત્યએ એક અલગ જ રસ્તો અપનાવ્યો હતો. એક સીનના શૂટિંગ પહેલાં તેમણે ખરેખર દારૂ પી લીધો હતો. પરંતુ આ પ્રયોગ તેમના માટે જ મુશ્કેલી બની ગયો અને શૂટિંગ વચ્ચે જ અટકાવવું પડ્યું હતું.

'આશિકી 2'ના એક સીન માટે ખરેખર પીધો હતો દારૂ

આદિત્ય રોય કપૂરે વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'આશિકી 2'થી લીડ એક્ટર તરીકે ખાસ ઓળખ બનાવી હતી. આ ફિલ્મમાં તેમની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળી હતી. ફિલ્મમાં આદિત્યએ રાહુલ જયકર નામના એક સિંગરની ભૂમિકા ભજવી હતી, જે દારૂની લતનો શિકાર હોય છે. આ પાત્રમાં તેમની એક્ટિંગને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.ફિલ્મના એક સીનમાં દારૂના નશામાં રહેલા વ્યક્તિની ભૂમિકા ભજવવાની હતી. આ સીનને વધુ વાસ્તવિક બનાવવા માટે આદિત્યને લાગ્યું કે ખરેખર દારૂ પીવાથી તેઓ પાત્રને વધુ સારી રીતે ભજવી શકશે. આ વિચાર સાથે તેમણે શૂટિંગ પહેલાં દારૂ પી લીધો હતો.

દારૂ પીધા પછી ડાયલોગ બોલવામાં થવા લાગી મુશ્કેલી

આદિત્યએ એક જૂના ઇન્ટરવ્યૂમાં આ કિસ્સો જણાવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે, તેમને લાગ્યું હતું કે દારૂ પીવાથી પાત્રમાં વધુ સારી રીતે ઉતરી શકાશે. પરંતુ હકીકતમાં થયું કંઈક અલગ જ.દારૂ પીધા પછી જ્યારે તેઓ કેમેરા સામે ડાયલોગ બોલવા પહોંચ્યા ત્યારે તેમની જીભ લથડવા લાગી હતી. તેઓ પોતાની લાઇનો બરાબર બોલી શકતા નહોતા. જે સીનને વધુ સારો બનાવવા માટે તેમણે આ પ્રયોગ કર્યો હતો, એ જ પ્રયોગના કારણે મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી.

Aditya Roy Kapur (1)

હાલત એવી થઈ કે શૂટિંગ રોકવું પડ્યું

આદિત્યની હાલત જોઈને શૂટિંગ ટીમને કામ આગળ વધારવું મુશ્કેલ બન્યું હતું. તેઓ ડાયલોગ બોલતી વખતે લથડતા હોવાથી તે દિવસે શૂટિંગ ચાલુ રાખી શકાયું નહોતું. આખરે શૂટિંગ રોકીને પેકઅપ કરી દેવામાં આવ્યું હતું.આદિત્યએ પોતે સ્વીકાર્યું હતું કે પાત્રને રિયલ બનાવવા માટે કરેલો આ પ્રયાસ તેમના માટે બેકફાયર સાબિત થયો હતો. એક સીનને પરફેક્ટ બનાવવાની કોશિશમાં આખા દિવસનું શૂટિંગ જ અટકી ગયું હતું.

શ્રદ્ધા કપૂરે પણ આદિત્યની મજાક ઉડાવી હતી

આદિત્ય રોય કપૂરે આ કિસ્સો કરણ જોહરના લોકપ્રિય શો 'કોફી વિથ કરણ'માં જણાવ્યો હતો. આ એપિસોડમાં તેમની સાથે શ્રદ્ધા કપૂર પણ હાજર હતી. જ્યારે આદિત્યએ દારૂ પીને શૂટિંગ કરવાનો કિસ્સો સંભળાવ્યો ત્યારે શ્રદ્ધાએ પણ મજાકિયા અંદાજમાં પોતાની વાત કહી હતી.શ્રદ્ધાએ જણાવ્યું હતું કે 'આશિકી 2'ના સેટ પર આદિત્ય પોતાની લાઇનો બોલતી વખતે લથડતા હતા. જોકે, તેને આ બધું જોવામાં મજા આવતી હતી. બંને કલાકારો વચ્ચેની આ વાતચીતે શોના એપિસોડને પણ રસપ્રદ બનાવી દીધો હતો.

vtv app promotion

આ પણ વાંચોઃ યુઝવેન્દ્ર ચહલ સાથેના સંબંધો તૂટ્યા બાદ હવે મોટા પડદા પર ચમકશે ધનશ્રી વર્મા, જૂઓ પહેલી ફિલ્મની પ્રથમ ઝલક

'આશિકી 2'થી મળી હતી આદિત્યને ખાસ ઓળખ

આદિત્ય રોય કપૂરે વર્ષ 2009માં આવેલી ફિલ્મ 'લંડન ડ્રીમ્સ'થી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેઓ સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. જોકે, તેમને ખરી ઓળખ વર્ષ 2013માં આવેલી 'આશિકી 2'થી મળી હતી. લીડ એક્ટર તરીકે આ તેમની પહેલી ફિલ્મ હતી.મોહિત સૂરીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મનાં ગીતો અને આદિત્ય-શ્રદ્ધાની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આજે પણ આ ફિલ્મ આદિત્યની કારકિર્દીની સૌથી લોકપ્રિય ફિલ્મોમાં ગણાય છે.16 નવેમ્બરે આદિત્ય રોય કપૂર પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસના અવસરે 'આશિકી 2'ના સેટ સાથે જોડાયેલો આ જૂનો કિસ્સો ફરી ચર્ચામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aashiqui 2 Movie VTV Gujarati Aditya Roy Kapur

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ