ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં SMCના યુનિફોર્મ અને ON DUTY લખેલી ગાડીમાં ફરી લારી-ગલ્લાવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવ્યાનો આક્ષેપ
Last Updated: 12:01 PM, 16 November 2026
ADVERTISEMENT
સુરતમાં ગરીબ અને સામાન્ય લોકોને નિશાન બનાવીને ઉઘરાણા કરવામાં આવતા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં મહાનગરપાલિકાના નામનો ઉપયોગ કરીને લારી-ગલ્લાવાળાઓ પાસેથી પૈસા વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો થયા છે. ન્યુ VIP રોડ પર SMC લખેલી ગાડીમાં ફરતા એક શખ્સ દ્વારા ઉઘરાણા કરવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે કે શું મહાનગરપાલિકાના નામે કોઈ વ્યક્તિ ગરીબ વેપારીઓ પાસેથી પૈસા પડાવી રહી હતી?
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, ન્યુ VIP રોડ વિસ્તારમાં એક શખ્સ મહાનગરપાલિકાની ફરજ પર હોય તે રીતે ફરતો જોવા મળ્યો હતો. આ શખ્સની ગાડી પર ON DUTY SMC લખેલું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, તે મહાનગરપાલિકાનો યુનિફોર્મ પણ પહેરેલો જોવા મળ્યો હતો. આ રીતે સરકારી કર્મચારી હોવાની છાપ ઊભી કરીને તે વિસ્તારના લારી-ગલ્લાવાળાઓ પાસેથી ઉઘરાણા કરતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ગરીબ વેપારીઓ પાસેથી મહાનગરપાલિકાના નામે પૈસા વસૂલવામાં આવતા હોવાની વાત સામે આવતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં SMC લખેલી ગાડી અને યુનિફોર્મ પહેરેલો શખ્સ જોવા મળતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકાના નામે હપ્તા ઉઘરાવતા હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક લોકોએ શખ્સને ઝડપી લીધો હતો અને તેને મેથીપાક ચખાડ્યો હોવાની પણ વિગતો સામે આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં લોકો એકત્રિત થઈ ગયા હતા. જોકે, આ શખ્સ ખરેખર મહાનગરપાલિકાનો કર્મચારી છે કે પછી મહાનગરપાલિકાના નામનો ખોટો ઉપયોગ કરીને ઉઘરાણા કરતો હતો તે તપાસનો વિષય બન્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને લઈને વધુ એક ગંભીર દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાતો શખ્સ દારૂ પીને મહિલાઓને હેરાન કરતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે, આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એક તરફ ગરીબ લારી-ગલ્લાવાળાઓ પાસેથી ઉઘરાણા કરવાનો આક્ષેપ અને બીજી તરફ મહિલાઓને હેરાન કરવાના દાવાને કારણે સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
ADVERTISEMENT
સમગ્ર ઘટનાને લઈને અલથાણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા વાયરલ વીડિયો અને ઘટનાને લગતી વિગતોના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ શખ્સની ઓળખ, તેની SMC સાથેની કોઈ સત્તાવાર ઓળખ છે કે નહીં અને ખરેખર લારી-ગલ્લાવાળાઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. હવે પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે. હાલ આ ઘટનાએ મહાનગરપાલિકાના નામે ગરીબ વેપારીઓ પાસેથી ઉઘરાણા કરવાના ગંભીર આક્ષેપોને કારણે સુરતમાં ચર્ચા જગાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.