ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિનુ સોલંકીના નિવેદન બાદ વિક્રમસિંહ પરમારનો જૂનો વીડિયો વાયરલ!
Last Updated: 12:28 PM, 16 November 2026
ADVERTISEMENT
ગુજરાતના રાજકારણમાં નેતાઓનાં નિવેદનોને લઈને અવારનવાર વિવાદ સર્જાતા હોય છે. ત્યારે ગીર સોમનાથના કોડીનારમાં એક પછી એક સામે આવી રહેલા નિવેદનોએ રાજકીય માહોલ ગરમ કર્યો છે. પહેલા પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ આપતો વીડિયો ચર્ચામાં આવ્યો હતો. હવે GRCA અગ્રણી વિક્રમસિંહ પરમારનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં વિક્રમસિંહ પરમારે કોઈનું નામ લીધા વિના પોતાના વિરોધીઓની સરખામણી ડૂક્કર સાથે કરી હોવાનું સામે આવ્યું છે. આ બંને ઘટનાઓને પગલે સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT

સૌપ્રથમ પૂર્વ સાંસદ દીનુ સોલંકીનું નિવેદન ચર્ચામાં આવ્યું હતું. કોડીનારમાં યોજાયેલા સર્વ સમાજ સિદ્ધિ સન્માન સમારોહમાં દીનુ સોલંકીએ વિરોધીઓને સીધો પડકાર ફેંક્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, 'અમારું તો જીવન જ પડકારમય છે, આવી જાઓ મેદાનમાં.' આ નિવેદન દ્વારા તેમણે વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમના આ નિવેદનનો વીડિયો પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
ADVERTISEMENT
દીનુ સોલંકીએ માત્ર પડકાર ફેંકીને જ વાત પૂરી નહોતી કરી, પરંતુ કોડીનારમાં આવીને સમાજમાં ભાગલા પાડવાનું બંધ કરવાની પણ વિરોધીઓને સલાહ આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, કોડીનારમાં આવીને સમાજમાં ભાગલા પડાવવાનું બંધ કરો. અમે સર્વ સમાજને સાથે લઈને ચાલનારા છીએ. તેમના આ નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. ખાસ કરીને સર્વ સમાજને સાથે લઈને ચાલવાની વાત અને વિરોધીઓને આપવામાં આવેલી ખુલ્લી ચેલેન્જ ચર્ચામાં રહી હતી.
ADVERTISEMENT
હવે આ સમગ્ર મામલે GRCA અગ્રણી વિક્રમસિંહ પરમારનો વીડિયો વાયરલ થતાં ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. વીડિયોમાં વિક્રમસિંહ પરમાર નામ લીધા વિના પોતાના વિરોધીઓ પર નિશાન સાધતા જોવા મળી રહ્યા છે. તેમણે વિરોધીઓની સરખામણી ડૂક્કર સાથે કરી હોવાનું સામે આવ્યું છે. તેમના આ નિવેદનને કારણે પણ વિવાદની સ્થિતિ સર્જાઈ છે. જોકે, તેમણે કોને ધ્યાનમાં રાખીને આ ટિપ્પણી કરી હતી તે અંગે વીડિયોમાં કોઈનું નામ લેવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક તરફ પૂર્વ સાંસદ દીનુ સોલંકીની ખુલ્લી ચેલેન્જ અને બીજી તરફ GRCA અગ્રણી વિક્રમસિંહ પરમારની વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે કોડીનાર સહિત ગીર સોમનાથના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. બંને વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં પણ સવાલો ઊભા થયા છે કે આ નિવેદનો પાછળ કયા રાજકીય સમીકરણો જવાબદાર છે? હાલ આ બંને નિવેદનો સોશિયલ મીડિયા અને સ્થાનિક રાજકીય ચર્ચામાં ધ્યાન ખેંચી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.