ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છના અંજારમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક નીચે બાઈક ઘૂસી જતાં 3 કિશોરોનાં કમકમાટીભર્યા મો*ત
Last Updated: 01:26 PM, 16 November 2026
ADVERTISEMENT
કચ્છ: પૂર્વ કચ્છના અંજાર તાલુકાના અજાપર નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ત્રણ કિશોરોના કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. અજાપર ગામ પાસે આવેલી પ્લાયવુડ ફેક્ટરી નજીક ટ્રક અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
ADVERTISEMENT
પ્રાપ્ત વિગતો અનુસાર, અજાપર નજીક પ્લાયવુડ ફેક્ટરી પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણેય કિશોરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે, કમનસીબે ત્રણેય કિશોરોના મોત નીપજ્યાં હતાં.
અંજારમાં ટ્રક-બાઈક વચ્ચે ગમખ્વાર અક*સ્માતમાં 3 કિશોરોનાં મો*ત! અજાપરની પ્લાયવુડ ફેક્ટરી નજીક સર્જાયો અક*સ્માત ટ્રક નીચે બાઈક ઘૂસી જતાં ત્રણેય કિશોરોને ગંભીર ઈજા અક*સ્માતમાં ત્રણેય કિશોરોનાં મો*ત નીપજ્યાં ત્રણ પરિવારમાં શોકનો માહોલ છવાયો #Anjar #Kutch #RoadAccident #Truck #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 16, 2026
ADVERTISEMENT
ત્રણ કિશોરોના અકાળે અવસાનના સમાચાર મળતાં જ તેમના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો હતો. એક જ અકસ્માતમાં ત્રણ યુવાનોના જીવ ગુમાવવાની ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં પણ અરેરાટી ફેલાવી છે.
પૂર્વ કચ્છમાં વધતા અકસ્માતો ચિંતાનો વિષય
ADVERTISEMENT
પૂર્વ કચ્છ વિસ્તારમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ખાસ કરીને બાઇક અને ભારે વાહનો વચ્ચે થતા અકસ્માતોમાં જીવલેણ પરિણામો જોવા મળી રહ્યાં છે. અજાપર નજીક બનેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને વાહનચાલકોની સાવચેતી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચોઃ દિવાળીમાં ગુજરાતની વીજમાગમાં 2,949 મેગાવોટનો ઘટાડો, વીજવપરાશમાં પણ મોટો ઘટાડો
ADVERTISEMENT
હાલ આ અકસ્માત અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. મૃતક કિશોરોની ઓળખ અને અકસ્માતના ચોક્કસ કારણો અંગે સત્તાવાર માહિતી મળ્યા બાદ વધુ વિગતો સામે આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.