ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોળી સમાજના CMની માંગ મજબૂત બની, પ્રવીણ કોળીએ કહ્યું- 'પબુભા માણેકના નિવેદનને આવકારીએ છીએ'
Last Updated: 08:43 PM, 16 November 2026
ADVERTISEMENT
કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવી દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની ટીપ્પણીથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ નિવેદન બાદ કોળી સમાજના મુખ્યમંત્રીની માંગ મજબૂત બની છે. કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ એવું કહ્યું કે 'પબુભા માણેકના નિવેદનને અમે આવકારીએ છીએ' પાટીદાર સમાજના આગેવાનો જે નિવેદનો આપ્યા છે તેમા વિરોધ ન હોવો જોઈએ. કોળી સમાજના યુવાનો અને આગેવાનો ઘણા સમય થી મુખ્યમંત્રી પદની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
કોળી સમાજનો ચહેરો નક્કી કરશે તેની સાથે
પ્રવીણ કોળીએ જણાવ્યું હતું કે 2027ની ચૂંટણીમાં જે પાર્ટી કોળી સમાજનો ચહેરો નક્કી કરશે તેની સાથે રહેશું. 100 ટકા કોળી સમાજમાં મુખ્યમંત્રી હોવા જ જોઈએ. જોકે તેમણે એવું પણ કહ્યું કે હજુ ચૂંટણી જાહેર થઈ નથી તે પહેલાં જ કઈ પાર્ટી સાથે રહેવું તે કહેવું વહેલું છે.
ADVERTISEMENT
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ શું કહ્યું?
પબુભા માણેકના નિવેદન પર હીરા સોલંકીની પ્રતિક્રિયા આપી છે. હીરા સોલંકીએ કહ્યું કે પબુભા માણેક એ પોતાના વિચારો રજૂ કર્યા છે. પબુભાએ જે વાત કરી એવી કોઈ વાત નથી. દરેકના વિચારો અલગ હોઈ શકે છે. કોળી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હતા આથી માણેકે પોતાનો વિચાર રજૂ કર્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હવે યુવા વર્ગમાં પક્કડ મજબૂત કરવા ભાજપે ખોલ્યું 'Gen Z' કાર્ડ, કાઉન્ટર પ્લાન તૈયાર
પબુભા માણેક શું બોલ્યાં હતા?
ADVERTISEMENT
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના માતાજીના માંડવામાં એવું જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતમાં કોળી સમાજ બીજા નંબરે છે તેથી કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનવા જોઈએ. તેમણે કહ્યું કે આપણે આપણ જાગૃત થવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.