ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / હવે યુવા વર્ગમાં પક્કડ મજબૂત કરવા ભાજપે ખોલ્યું 'Gen Z' કાર્ડ, કાઉન્ટર પ્લાન તૈયાર
Last Updated: 05:49 PM, 16 November 2026
ADVERTISEMENT
ગુજરાતમાં રાજકારણ હવે યુવા પેઢી એટલે કે 'Gen Z' આસપાસ ફરવા લાગ્યું છે. તાજેતરમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષ દ્વારા થયેલા આંદોલનો અને વિવાદો વચ્ચે હવે ભાજપે પણ એક મોટું કાઉન્ટર-પ્લાનિંગ કર્યું છે. યુવા વર્ગમાં પોતાની પકડ મજબૂત કરવા અને વિપક્ષના આક્ષેપોનો જવાબ આપવા ભાજપે 'Gen Z' કાર્ડ ખોલ્યું છે.
ADVERTISEMENT

વિપક્ષના આક્ષેપોનો જવાબ આપવા ભાજપે 'Gen Z' કાર્ડ ખોલ્યું
ADVERTISEMENT
તાજેતરના રાજકીય ઘટનાક્રમો અને આંદોલનો બાદ પ્રદેશ ભાજપ ચૂંટણી વર્ષમાં સક્રિય મોડમાં આવી ગયું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ પ્રભારી તરૂણ ચૂગની ઉપસ્થિતિમાં મળેલી ખાસ બેઠકમાં આ અંગે લાંબી ચર્ચા થઈ હતી. ભાજપનું માનવું છે કે વિપક્ષ દ્વારા યુવાનોમાં ગેરમાર્ગે દોરતી બાબતો અને જૂઠાણાં ફેલાવવામાં આવી રહ્યા છે. આ જ વિપક્ષી આંદોલનો અને વિવાદો સામે ખાસ ઝુંબેશ ચલાવીને સાચી હકીકત જનતા અને ખાસ કરીને યુવાનો સુધી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ADVERTISEMENT
હજુ પણ દૂર દૂર સુધી યુવાઓ કોંગ્રેસની તરફેણમાં નથી: ડૉ. નરેશ દેસાઈ (પ્રમુખ, પ્રદેશ યુવા મોરચો, ભાજપ)
ભાજપના પ્રદેશ યુવા મોરચાના ડૉ. નરેશ દેસાઈએ જણાવ્યું હતું કે, આજ રોજ ભાજપના યુવા મોરચાની પ્રદેશની બેઠક મળી હતી. દેશમાં જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા લોકોને ઉશ્કેરવા તેમજ લોકોને ગેરમાર્ગે દોરવા અને SIR બાબતે સતત નેગેટીવ ફેલાવી દેશનું વાતાવરણ બગડવાની ઘટનાઓ આપણે જોઈ છે. હજુ પણ દૂર દૂર સુધી યુવાઓ કોંગ્રેસની તરફેણમાં નથી.
ADVERTISEMENT

ડૉ. નરેશ દેસાઈ (પ્રમુખ, પ્રદેશ યુવા મોરચો, ભાજપ)
ADVERTISEMENT
યુવા મોરચો યુવાનો વચ્ચે જઈને વાત રજૂ કરશે: ડૉ. નરેશ દેસાઈ (પ્રમુખ, પ્રદેશ યુવા મોરચો, ભાજપ)
SIR બાબતે યુવા મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનો સાથે આગામી સમયમાં સંવાદ કરવામાં આવશે. તેમજ મહાનગર વિસ્તારમાં પણ SIR બાબતે જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અને અલગ અલગ સ્કૂલ કોલેજોમાં જઈને SIR બાબતે યુવાનોને સમજાવવામાં આવશે. કોંગ્રેસ દ્વારા દેશના યુવાનોને જે રીતે ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. યુવા મોરચો યુવાનો વચ્ચે જઈને સાચી વાત રજૂ કરવાની અમારી તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT

શહેરથી લઈને તાલુકા કક્ષા સુધી યુવા મતદારો સાથે ભાજપ સીધો સંવાદ કરશે
ખાસ રણનીતિ હેઠળ હવે ભાજપ યુવા મોરચો મેદાનમાં ઉતરશે. આગામી દિવસોમાં રાજ્યભરની શાળા-કોલેજો તેમજ શહેરી વિસ્તારોના ટાઉન હોલ ખાતે વિશેષ સંવાદ કાર્યક્રમો યોજાશે. જેમાં યુવાઓ સાથે સીધી ચર્ચા કરીને 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' અને સરકારી ચૂંટણી પ્રક્રિયાઓ બાબતે સચોટ માહિતી આપવામાં આવશે. એટલું જ નહીં, શહેરથી લઈને જિલ્લા અને તાલુકા કક્ષા સુધી દરેક વિધાનસભા વિસ્તારમાં આ કાર્યક્રમો યોજીને યુવા મતદારો સાથે ભાજપ સીધો સેતુ બાંધશે.
આ પણ વાંચોઃ સામે આવ્યું ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રોકાણકારોના રૂપિયા હડપ કરવાનું ખતરનાક કૌભાંડ, વાંચીને ચોંકી જશો
આગામી દિવસોમાં ગુજરાતનું રાજકારણ યુવા મંચો અને શૈક્ષણિક સંકુલોની આસપાસ વધુ ગરમાતું જોવા મળશે. કોંગ્રેસના આંદોલન સામે ભાજપનું આ 'Gen Z' કાર્ડ કેટલું કારગર નીવડે છે. તે તો આવનાર સમય જ બતાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.