ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સરખેજના બંગલાના ભોંયરામાં MD ડ્રગ્સનું સત્ય હવે બહાર આવશે, આરોપીના રિમાન્ડ મંજૂર
Last Updated: 05:01 PM, 16 November 2026
ADVERTISEMENT
સરખેજના બંગલાના ભોંયરામાં MD ડ્રગ્સ બનાવવાની લેબ ઝડપાઈ હતી આ કેસમાં NCB દ્વારા 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ કોર્ટે આરોપીના 17 નવેમ્બર સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 130 કિલો રો-મટીરિયલ ક્યાંથી લાવ્યા અને ડ્રગ્સ કોને વેચ્યું તેની તપાસ કરવામાં આવશે. ડ્રગ્સના નાણાંથી રૂ. 1.50 કરોડનો બંગલો ખરીદ્યો છે કે કેમ તેની પણ તપાસ થશે.
ADVERTISEMENT
NCB ટીમને બાતમી મળી હતી કે લેબેક પાર્કના બંગલામાં MD ડ્રગ બનાવવાની ફેક્ટરી ચાલી રહી છે. જેને પગલે NCBની ટીમે આ બંગલા પર દરોડો પાડ્યો હતો. NCBની ટીમે ત્યાં તપાસ કરી ભોંયરામાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેમના ધ્યાને આવ્યું હતું કે ભોંયરાની સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે તેમાં બહારથી પ્રવેશવા અને અંદરથી બહાર નીકળવા માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. બંગલાની બહાર લોખંડનાં ઢાંકણાં મૂકવામાં આવ્યાં હતાં. આ ઢાંકણાં ઊંચકીને સીધા ભોયરામાં પ્રવેશી શકાય તેવું વેન્ટિલેટર જેવું માળખું બનાવવામાં આવ્યું હતું. બંગલાના વિસ્તાર જેટલું વિશાળ ભોયરું તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં MD ડ્રગ્સ બનાવવાની ગેરકાયદે ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. NCBની ટીમે સવારે છ વાગ્યે લેબેક પાર્કના બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધરી MD ડ્રગ્સ બનાવવાનું 130.613 કિલોગ્રામ મટિરિયલ જપ્ત કરી લીધું હતું, જ્યારે માસ્ટરમાઇન્ડ મુદ્દસરને ઝડપી લીધો હતો. આ મટીરિયલમાંથી 10 કિલો MD ડ્રગ્સ બનવાનું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : પ્રકાશના પર્વ દિવાળીમાં જ ગુજરાતમાં ઘટી વીજળીની માગ, કારણ જાણીને આશ્ચર્ય થશે!
કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ADVERTISEMENT
NCB દ્વારા હાથ ધરવામાં આવેલી આ સર્ચ ઓપરેશનની કામગીરીમાં સ્થળ પરથી MD ડ્રગ્સ બનાવવા માટે વપરાતો કરોડો રૂપિયાની કિંમતનો કાચો માલ (રો મટિરિયલ) અને અન્ય સાધન-સામગ્રી કબજે કરવામાં આવી છે. આ જથ્થો એટલો મોટો છે કે તેમાંથી મોટા પાયે ડ્રગ્સ તૈયાર કરીને બજારમાં સપ્લાય કરવાનું કાવતરું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.