ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / 'જ્યાં અંધારું હોય ત્યાં દીપક કરીએ' ભાજપ સ્નેહમિલન સમારોહમાં બોલ્યાં CM ભૂપેન્દ્ર પટેલ
Last Updated: 04:35 PM, 16 November 2026
ADVERTISEMENT
નવા વર્ષ બાદ ગુજરાત ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે બોલતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વિક્રમ સંવત 2083 ને આવકારવા ભાજપ પ્રદેશ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ આયોજન થયું છે. પીએમ મોદી પર પ્રજાજનોએ વિશ્વાસ મૂક્યો છે. વિશ્વાસ અને સ્નેહ મજબૂત થાય એવું કામ કરવાનું છે. જ્યાં અંધારું હોય ત્યાં દીપક કરીએ.
ADVERTISEMENT
પીએમ મોદીના કર્યા વખાણ
સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે 50 કરોડ લોકો ગરીબી માંથી બહાર આવ્યા એ જ સૌથી મોટું એચિવમેન્ટ છે. પીએમ નો મંત્ર એક જ છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. પ્રફુલિત મન હોય તો કાર્યની ગતિ બમણી થાય.
ADVERTISEMENT
પદાધિકારીઓ સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે યોજાયેલા આ સમારોહમાં મુખ્યમંત્રીએ પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી. તેમણે પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને પાયાના કાર્યકરો સાથે સંકલન જાળવવા પર ભાર મૂક્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : પ્રકાશના પર્વ દિવાળીમાં જ ગુજરાતમાં ઘટી વીજળીની માગ, કારણ જાણીને આશ્ચર્ય થશે!
તમામ વિધાનસભા બેઠકો પર સ્નેહમિલન
ADVERTISEMENT
નવા વર્ષના અવસરે ગુજરાત ભાજપ દ્વારા લાભ પાંચમથી દેવ દિવાળી સુધી રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.