ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : 'કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનવા જોઈએ', હીરા સોલંકીની હાજરીમાં બોલ્યાં પબુભા માણેક

રાજનીતિ / VIDEO : 'કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનવા જોઈએ', હીરા સોલંકીની હાજરીમાં બોલ્યાં પબુભા માણેક

Published By: Hiralal Parmar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 03:38 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકામાં કોળી સમાજના સંમેલનમાં ધારાસભ્ય પબુભા માણેકનું એક નિવેદન રાજનીતિમાં ચર્ચાસ્પદ બન્યું છે.

ADVERTISEMENT

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના માતાજીના માંડવામાં એક મોટું નિવેદન આપીને ગુજરાત ભરમાં ચર્ચા જગાવી દીધી છે. કોળી સમાજના સંમેલનમાં ધારાસભ્ય પબુભા માણેક એવું કહ્યું કે અત્યારે ગુજરાતમાં કોળી સમાજ બીજા નંબરે છે તેથી કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનવા જોઈએ. તેમણે કહ્યું કે આપણે આપણ જાગૃત થવાની જરૂર છે.

મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઈએ

પબુભાએ કહ્યુ કે મુખ્યમંત્રી પણ તમારા સમાજના હોવા જોઈએ. તમારો સમાજ ગુજરાત લેવલે બીજા નંબરનો છે, આગળ જે થયું એ આપણા વડીલોએ પણ બધુ સારું જ કર્યું હશે, પરંતુ યુવાનોએ ખરેખર જાગવું જોઈએ.

વધુ વાંચો : કુલગામ હુમલાના માસ્ટરમાઈન્ડ લતીફ સહિત 2 આતંકીઓ ઠાર, સેનાને મળી મોટી સફળતા

‘કુરિવાજો અને વ્યસનો છોડવા પર વિચાર કરો’

પબુભા માણેકે કહ્યું કે સમાજમાં રહેલા કુરિવાજો અને વ્યસનો છોડવા પર વિચાર કરવો જોઈએ. સમાજની વાડી એ સમાજનું કેન્દ્રબિંદુ છે, જ્યાં સમાજના દરેક દીકરા-દીકરી પોતાપણું અનુભવે છે. તેમણે કહ્યું કે હીરાભાઈ, તેમનું કુટુંબ અને આગેવાનો જાગૃતિ લાવવા ખૂબ મહેનત કરે છે, પરંતુ આગેવાનો માત્ર રસ્તો ચીંધી શકે, અમલ સમાજે પોતે કરવો પડે છે. આજના જમાનામાં દીકરા-દીકરીઓને ભણાવવા અને કુરિવાજો તથા વ્યસનો છોડી વિકાસ સાધવા માટે દ્વારકાધીશને સૌને સદબુદ્ધિ આપવાની પ્રાર્થના કરું છું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat politics news pabubha manek news pabubha manek

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ