ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ટંકારા-રાજકોટ હાઈવે પર કાર પલટી ખાઈ વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ, બે યુવકો 15 ફૂટ ઉછળીને પટકાતાં મો*ત
Last Updated: 02:39 PM, 16 November 2026
ADVERTISEMENT
રાજકોટ-મોરબી હાઈવે પર પૂરઝડપે જતી સ્વિફ્ટ કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટંકારા નજીક કાર 8થી વધુ વખત પલટી ખાઈ વીજ થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારમાંથી બહાર ફંગોળાયેલા બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો.
ADVERTISEMENT
મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા નજીક શનિવારે સવારે આશરે 8:30 વાગ્યે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખજૂરા હોટલ પાસે પૂરઝડપે જઈ રહેલી સ્વિફ્ટ કાર ગોળાઈમાં બેકાબૂ બની હતી. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તા પર એક બાદ એક આઠથી વધુ વખત પલટી ખાઈ હતી. ત્યારબાદ કાર વીજ થાંભલા સાથે અથડાઈ હતી.
ફ્લાવર ડેકોરેશનના કામ માટે મોરબી જઈ રહ્યા હતા ત્રણેય યુવકો
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, રાજકોટમાં રહેતા જીવણ સવજી ડાભી, અમન ગણેશ બાબરીયા અને પ્રભાત લામકા શનિવારે સવારે સ્વિફ્ટ કારમાં રાજકોટથી મોરબી જવા નીકળ્યા હતા. ત્રણેય યુવકો ફ્લાવર ડેકોરેશનનું કામ કરતા હતા અને કામના અર્થે મોરબી જઈ રહ્યા હતા.
ADVERTISEMENT
દરમિયાન ટંકારા નજીક હાઈવે પર આવેલી ગોળાઈમાં પૂરઝડપને કારણે કાર ચાલક અમન ગણેશ બાબરીયા વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. પરિણામે કાર બેકાબૂ બની અનેક વખત પલટી ખાઈ હતી અને અંતે વીજ થાંભલા સાથે અથડાઈ હતી.
ADVERTISEMENT
કારમાંથી 15 ફૂટ ઊંચે ફંગોળાયા બે યુવકો
અકસાનની ગંભીરતા એટલી હતી કે કાર પલટી ખાતી વખતે આગળની સીટ પર બેઠેલા અમન અને પ્રભાત કારમાંથી બહાર ફંગોળાયા હતા. બંને યુવકો આશરે 15 ફૂટ ઊંચે ઉછળીને રોડ પર પટકાયા હતા. માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
ADVERTISEMENT
બીજી તરફ, કારની પાછળની સીટ પર બેઠેલા જીવણ સવજી ડાભીને પણ ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્ત યુવકે કહ્યું: અકસ્માત કેવી રીતે થયો તેની જાણ નથી
ADVERTISEMENT
ઈજાગ્રસ્ત જીવણ સવજી ડાભીના જણાવ્યા અનુસાર, તેઓ મોરબીથી ટંકારા પહોંચ્યા ત્યારે અચાનક કાર પલટી ખાવા લાગી હતી. ત્યારબાદ શું બન્યું તેની તેમને સ્પષ્ટ જાણ રહી નહોતી.
તેમણે જણાવ્યું હતું કે, કારમાં અમન અને પ્રભાત આગળની સીટ પર બેઠા હતા, જ્યારે તેઓ પાછળ બેઠા હતા. કાર કોઈ અન્ય વાહન સાથે અથડાઈ નહોતી. અકસ્માતમાં તેમના હોઠ અને કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી. કાર અટકી ગયા બાદ તેઓ ધીમે ધીમે બહાર નીકળ્યા હતા. કારના વારંવાર પલટી ખાવાને કારણે તેમને સમગ્ર ઘટનાની વધુ વિગતો યાદ રહી નહોતી.
ટંકારા પોલીસે મૃતક કારચાલક સામે ગુનો નોંધ્યો
આ અકસ્માત અંગે ટંકારા તાલુકા પોલીસે રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલની સામે રહેતા જીવણ સવજી ડાભીની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. અકસ્માતમાં સંડોવાયેલી સ્વિફ્ટ કારનો નંબર GJ 3 PR 5938 છે. કાર ચલાવી રહેલા મૃતક અમન ગણેશ બાબરીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ કચ્છના અંજારમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક નીચે બાઈક ઘૂસી જતાં 3 કિશોરોનાં કમકમાટીભર્યા મો*ત
અકસાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કારની ભયાનક પલટી અને અકસ્માતની ગંભીરતા જોવા મળી રહી છે. આ દુર્ઘટનામાં બે યુવાનોએ જીવ ગુમાવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.