ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બિલકિસ બાનો કેસમાં બે દોષિતોને રાહત, સુપ્રીમ કોર્ટે સજા પર લગાવી રોક અને જામીન પણ આપ્યા!

નેશનલ / બિલકિસ બાનો કેસમાં બે દોષિતોને રાહત, સુપ્રીમ કોર્ટે સજા પર લગાવી રોક અને જામીન પણ આપ્યા!

Published By: Jinal Chauhan

Last Updated: 02:49 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિલકિસ બાનો કેસમાં બે દોષિતોને રાહત સુપ્રીમ કોર્ટે સજા પર લગાવી રોક અને જામીન પણ આપ્યા!બિલકિસ બાનો ગેંગરેપ અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બે દોષિતોને જામીન આપવાનો આદેશ કર્યો છે. બંને 17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે.

ADVERTISEMENT

બિલકિસ બાનો ગેંગરેપ અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બે દોષિતોને મોટી રાહત આપતા તેમની આજીવન કેદની સજા પર રોક લગાવી જામીન આપ્યા છે. બંને દોષિતો 17 વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા છે જોકે તેમની દોષસિદ્ધિ સામેની અપીલ પર અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.આ બંને દોષિતો એવા 11 લોકોમાં સામેલ છે, જેમને ગુજરાત સરકારે 2022માં સમય પહેલાં જેલમાંથી મુક્ત કર્યા હતા. જોકે, 2024માં સુપ્રીમ કોર્ટે એ મુક્તિનો નિર્ણય રદ કરતાં તમામને ફરી જેલમાં જવું પડ્યું હતું. હવે બે દોષિતોની અપીલ પર સુનાવણી દરમિયાન કોર્ટે તેમની લાંબી જેલવાસની અવધિ અને એક દોષિતની ગંભીર દિવ્યાંગતાને ધ્યાનમાં લીધી છે. 28 ઓક્ટોબરે આપેલા આદેશમાં કોર્ટે તેમની આજીવન કેદની સજા પર રોક લગાવીને જામીન આપ્યા છે. આ નિર્ણયથી કેસ ફરી ચર્ચામાં આવ્યો છે, પરંતુ બંનેની દોષસિદ્ધિ રદ થઈ નથી અને અપીલ પર અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.

17 વર્ષથી વધુ જેલમાં રહ્યા બાદ મળી રાહત

સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવનારા બે દોષિતોના નામ બિપિનચંદ્ર કનૈયાલાલ જોશી અને પ્રદીપ રામલાલ મોઢિયા છે. બંનેએ બોમ્બે હાઈકોર્ટના 2017ના નિર્ણયને પડકાર્યો હતો. આ નિર્ણયમાં તેમની દોષસિદ્ધિ અને આજીવન કેદની સજાને યથાવત રાખવામાં આવી હતી.બંનેની અપીલ પર જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે સુનાવણી કરી હતી. કોર્ટે નોંધ્યું કે બંને 17 વર્ષથી વધુ સમયથી જેલમાં છે. આ ઉપરાંત એક દોષિત ગંભીર રીતે દિવ્યાંગ છે. અપીલમાં કાયદાકીય અને હકીકતલક્ષી એવા મુદ્દા છે જેના પર હજુ નિર્ણય થવાનો બાકી છે.

કયા આધારે કોર્ટે જામીન આપ્યા?

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં લાંબા સમયથી જેલમાં હોવાની બાબતને ધ્યાનમાં લીધી હતી. એક દોષિતની ગંભીર દિવ્યાંગતા પણ રાહત આપતી વખતે ધ્યાનમાં લેવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે અપીલમાં હકીકતો અને કાયદા બંનેને લગતા મુદ્દાઓ પર વિચાર કરવાનો બાકી છે.આ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે બંનેની આજીવન કેદની સજા પર રોક લગાવી હતી. સાથે જ સંબંધિત ટ્રાયલ કોર્ટ નક્કી કરે તેવી શરતોને આધીન જામીન આપવાનો આદેશ કર્યો હતો. એટલે કે,] જામીન મળ્યા હોવા છતાં તેમની સામેની અપીલનો કેસ ચાલુ રહેશે અને અંતિમ ચુકાદો હજુ આવવાનો બાકી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ઈટાલીના નેતા બોલ્યાં, 'વોટ ચોર ગદ્દી છોડ', રાહુલ ગાંધી પર ભડક્યાં અમિત શાહ, કહ્યું- 'આવી રીતે સત્તા નહીં મળે'

સરકાર તરફથી જામીનનો વિરોધ કરાયો

સુનાવણી દરમિયાન સરકાર તરફથી બંને દોષિતોને જામીન આપવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલે દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે તમામ સંબંધિત પુરાવા અને હકીકતોને ધ્યાનમાં રાખીને જ સજા ફટકારી હતી. ગુનાની ગંભીરતાને જોતાં તેમને રાહત આપવી યોગ્ય નથી.બીજી તરફ દોષિતો તરફથી લાંબા સમયથી જેલમાં હોવાની દલીલ કરવામાં આવી હતી. એક દોષિતનું નામ શરૂઆતની એફઆઈઆરમાં નહોતું અને ઘટના બન્યાના લગભગ ત્રણ વર્ષ બાદ તેની સામે કાર્યવાહી થઈ હોવાની વાત પણ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જોકે, આ દલીલો અંતિમ ચુકાદાનો ભાગ નથી. સુપ્રીમ કોર્ટે હાલ અપીલના મુદ્દાઓ પર વિચાર બાકી હોવાનું કહીને સજા પર રોક અને જામીન આપ્યા છે.

2002ની ઘટનામાં શું બન્યું હતું?

બિલકિસ બાનો કેસ 2002માં ગુજરાતમાં થયેલી હિંસા સાથે જોડાયેલો છે. તે સમયે બિલકિસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી. પરિવાર સાથે સલામત સ્થળે જવા નીકળેલી બિલકિસ અને તેમના પરિવાર પર ટોળાએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં બિલકિસ બાનો સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં તેમની ત્રણ વર્ષની દીકરીનો પણ સમાવેશ થતો હતો.આ કેસમાં તપાસ અને કાનૂની કાર્યવાહી બાદ મુંબઈની વિશેષ અદાલતે 2008માં 11 લોકોને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ 4 મે 2017ના રોજ બોમ્બે હાઈકોર્ટે પણ આ દોષસિદ્ધિ અને સજાને યથાવત રાખી હતી.

2022માં 11 દોષિતોને મુક્ત કરાયા, પછી સુપ્રીમ કોર્ટે નિર્ણય રદ કર્યો

15 ઓગસ્ટ 2022ના રોજ ગુજરાત સરકારે આ કેસના તમામ 11 દોષિતોને સજા પૂરી થાય તે પહેલાં જ મુક્ત કર્યા હતા. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 8 જાન્યુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટે આ મુક્તિના આદેશો રદ કરી દીધા હતા.કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ હતી અને સજા પણ ત્યાંની અદાલતે ફટકારી હતી. તેથી દોષિતોને સજામાં રાહત આપવાનો અધિકાર ગુજરાત સરકાર પાસે નહોતો. આ કારણે 2022માં આપવામાં આવેલી મુક્તિ કાયદેસર ન હોવાનું જણાવી કોર્ટે તમામ 11 દોષિતોને જેલમાં પાછા ફરવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ તેઓએ ફરી જેલમાં હાજર થવું પડ્યું હતું.

હવે આગળ શું થશે?

હાલ બે દોષિતોને જામીન મળ્યા છે, પરંતુ તેમની સામેની દોષસિદ્ધિ યથાવત છે. તેમણે બોમ્બે હાઈકોર્ટના 2017ના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ અપીલમાં રજૂ થયેલા કાયદાકીય અને હકીકતલક્ષી મુદ્દાઓ પર આગળ સુનાવણી થશે. ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવતી શરતોનું પાલન કર્યા બાદ જ તેઓ જામીન પર બહાર આવી શકશે. અપીલનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી આ કેસની કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bilkis Bano Case Supreme Court Bail VTV Gujarati

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ