ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં, પ્રભારી રણદીપ સુરજેવાલા 18-19 નવેમ્બરે ગુજરાત પ્રવાસે

ગુજરાત / વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં, પ્રભારી રણદીપ સુરજેવાલા 18-19 નવેમ્બરે ગુજરાત પ્રવાસે

Published By: Nidhi Panchal

Last Updated: 02:53 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ચૂંટણી પહેલાં કોંગ્રેસ પણ એક્ટિવ મોડમાં! ભાજપની સાથે કોંગ્રેસ વચ્ચે ચૂંટણીની તૈયારીઓ શરૂ, રણદીપ સુરજેવાલાના ગુજરાત પ્રવાસમાં સંગઠનથી લઈને ચૂંટણીની રણનીતિ સુધી થશે મંથન

ADVERTISEMENT

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકીય ગતિવિધિઓ તેજ બનવા લાગી છે. ચૂંટણીને ભલે હજુ સમય બાકી હોય, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ ભાજપ દ્વારા આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન અને રાજકીય સમીકરણો ગોઠવવાની કવાયત ચાલી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ હવે એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં સત્તા જાળવી રાખવા ભાજપ પોતાની રણનીતિ તૈયાર કરશે, તો બીજી તરફ કોંગ્રેસ માટે આગામી ચૂંટણીમાં પોતાનું રાજકીય સ્થાન મજબૂત કરવાનો પડકાર રહેશે. આમ, ગુજરાત ચૂંટણી પહેલાં જ ભાજપ VS કોંગ્રેસ વચ્ચે રાજકીય તૈયારીઓનો દોર શરૂ થઈ ગયો છે.

Congress Flage

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને પક્ષો મજબૂત

ખાસ કરીને આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને પક્ષો માટે સંગઠન મજબૂત કરવું, કાર્યકરોને સક્રિય કરવા અને જનતા સુધી પહોંચવું મહત્વપૂર્ણ બની રહેશે. ચૂંટણીમાં માત્ર મોટા નેતાઓની સભાઓ જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે સંગઠનની કામગીરી અને લોકો સાથેનો સંપર્ક પણ જરૂરી પાસો છે. આ સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો અત્યારથી જ પોતાની રણનીતિ ઘડવાની દિશામાં આગળ વધી રહ્યા છે. એક તરફ ભાજપ પોતાના સંગઠનના માળખાને વધુ મજબૂત કરવાની દિશામાં કામ કરશે, તો બીજી તરફ કોંગ્રેસ પણ સ્થાનિક સ્તરે પક્ષને ફરી સક્રિય કરવા માટે બેઠકોનો દોર શરૂ કરી રહી છે.

રણદીપ સુરજેવાલા ગુજરાતના પ્રવાસે

આ જ કડીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા 18 અને 19 નવેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના બે દિવસના પ્રવાસને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. રણદીપ સુરજેવાલા 18 નવેમ્બરના રોજ બપોરે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકો કરશે. આ પ્રવાસ દરમિયાન પક્ષની વર્તમાન સ્થિતિ, સંગઠનની કામગીરી અને આગામી ચૂંટણી માટેની તૈયારીઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે.

સુરજેવાલા પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક યોજશે

18 નવેમ્બરના રોજ રણદીપ સુરજેવાલા પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક યોજશે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. બેઠકમાં રાજ્યના રાજકીય માહોલની સમીક્ષા કરવાની સાથે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષે કઈ દિશામાં આગળ વધવું જોઈએ તે અંગે ચર્ચા થઈ શકે છે. ભાજપ સામે ચૂંટણીમાં પડકાર ઊભો કરવા માટે કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપવી, પક્ષની રણનીતિ કેવી હોવી જોઈએ અને સંગઠનમાં ક્યાં સુધારાની જરૂર છે તેવા મુદ્દાઓ પર મંથન થઈ શકે છે. સાથે જ ચૂંટણી પહેલાં પક્ષના નેતાઓ અને કાર્યકરો વચ્ચે વધુ સારો સંકલન કેવી રીતે ઊભો કરવો તે મુદ્દો પણ મહત્વનો રહેશે.

સુરજેવાલા શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક કરશે

બીજી તરફ, 19 નવેમ્બરના રોજ સુરજેવાલા શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક કરશે. વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક સંગઠનની ભૂમિકા મહત્વની હોવાથી આ બેઠકને પણ ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. શહેર અને જિલ્લા સ્તરે કોંગ્રેસની સ્થિતિ કેવી છે, કયા વિસ્તારોમાં સંગઠનને વધુ મજબૂત કરવાની જરૂર છે અને કાર્યકરોને ચૂંટણીલક્ષી કામગીરીમાં કેવી રીતે સક્રિય કરવા તે અંગે ચર્ચા થઈ શકે છે. ચૂંટણી પહેલાં જ બુથ સ્તર સુધી સંગઠનને સક્રિય કરવું અને સ્થાનિક નેતાઓની જવાબદારી નક્કી કરવી પણ પક્ષ માટે મહત્વનો વિષય બની શકે છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સાથે પણ રણદીપ સુરજેવાલા બેઠક યોજશે

આ ઉપરાંત 19 નવેમ્બરના રોજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સાથે પણ રણદીપ સુરજેવાલા બેઠક યોજશે. પૂર્વ ધારાસભ્યોને પોતાના વિસ્તારોની રાજકીય સ્થિતિ અને સ્થાનિક પ્રશ્નોનો અનુભવ હોવાથી તેમની સાથેની ચર્ચા આગામી ચૂંટણીની તૈયારીમાં ઉપયોગી બની શકે છે. કયા વિસ્તારોમાં પક્ષની સ્થિતિ મજબૂત કરવાની જરૂર છે, સ્થાનિક સ્તરે કયા મુદ્દાઓ જનતા સાથે જોડાયેલા છે અને ચૂંટણીમાં કઈ રીતે આગળ વધવું તે અંગે સૂચનો મેળવવામાં આવી શકે છે.

આ પણ વાંચો : પ્રકાશના પર્વ દિવાળીમાં જ ગુજરાતમાં ઘટી વીજળીની માગ, કારણ જાણીને આશ્ચર્ય થશે!

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાઓ

તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ થોડા સમય બાદ કોંગ્રેસ દ્વારા આ બાબતે કોઇ પણ સ્પષ્ટા કરવામાં ના આવતા હવે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે કે નહીં તે જોવું રહ્યું. આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ માટે આ પ્રવાસ માત્ર બેઠકો પૂરતો સીમિત નહીં રહે, પરંતુ પક્ષની આગામી રાજકીય દિશા નક્કી કરવા માટે પણ મહત્વનો બની શકે છે. ગુજરાતમાં લાંબા સમયથી ભાજપનું શાસન છે ત્યારે કોંગ્રેસ સામે સંગઠનને ફરી સક્રિય કરવાનો અને મતદારો સુધી પહોંચવાનો પડકાર રહેશે. બીજી તરફ ભાજપ પણ આગામી ચૂંટણીને હળવાશથી લેવાના મૂડમાં નહીં હોય અને પોતાની રણનીતિ મુજબ તૈયારીઓ આગળ વધારશે. રાજકીય પક્ષો માટે ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી, સ્થાનિક નેતાઓની ભૂમિકા, જનતાના પ્રશ્નો અને સંગઠનની મજબૂતી જેવા મુદ્દાઓ મહત્વના બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Assembly Election Gujarat Congress Election Randeep Surjewala

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ