ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહીં, બે દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન આગાહી / ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહીં, બે દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો

Last Updated: 03:42 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાત હવામાન સમાચાર: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

1/5

photoStories-logo

1. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વાતાવરણ સૂકું રહેવાની આગાહી

ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યના ગુજરાત રિજન સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ક્યાંય વરસાદની સંભાવના નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી

રાજ્યમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આગામી બે દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, ત્યારબાદના બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કચ્છના નલિયામાં 18.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

હાલમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં 18.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાનમાં ફેરફાર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આ સિસ્ટમ 72 ડિગ્રી પૂર્વ રેખાંશ અને 32 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર સ્થિત છે. તેના પ્રભાવને કારણે આગામી બે દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ

આગામી દિવસોમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આશરે 21 ડિગ્રી અને ગાંધીનગરમાં 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે. બીજી તરફ, રાજ્યના ખુલ્લા વિસ્તારોમાં પવન ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશામાં ફૂંકાશે. આમ, આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદથી રાહત રહેશે, જ્યારે સપ્તાહના મધ્યભાગ બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IMD Weather Alert Gujarat Weather Update Gujarat Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ