ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:39 PM, 16 November 2026
ADVERTISEMENT
ઘર ખરીદવા માટે લીધેલા હોમ લોનને સમય પહેલાં ચૂકવવાનો વિચાર કરી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે સારી વાત આવી છે. જેમાં હવે ફ્લોટિંગ વ્યાજ દરવાળા હોમ લોન પર પ્રીપેમેન્ટ ચાર્જ વસૂલવાની બેન્કોનો પાવર ખતમ થઈ ગયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ અંગે નવા નિયમો લાગુ કર્યા છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવી ગયા છે.
ADVERTISEMENT
સામાન્ય રીતે હોમ લોન 15થી 25વર્ષ સુધી ચાલે છે. પણ ક્યારેક બોનસ, વધારાની કમાણી કે બચત વધી જાય ત્યારે લોકો લોન વહેલું ચૂકવી દેવા માંગે છે. પહેલાં આવા કિસ્સામાં બેન્કો પ્રીપેમેન્ટ અથવા ફોરક્લોઝર ચાર્જ વસૂલતી હતી, જે બાકી રકમના 1થી 4 ટકા સુધી હોઈ શકતો હતો. આને કારણે ગ્રાહકોને વધારાનો ભાર પડતો હતો અને સસ્તા વ્યાજવાળી બેન્કમાં લોન ટ્રાન્સફર કરવું પણ મોંઘું પડતું હતું.
RBIએ 2012માં જ ફ્લોટિંગ રેટવાળા હોમ લોન પર આવા ચાર્જ પર પ્રતિબંધ મૂક્યો હતો અને 2014માં તેને વ્યક્તિગત બિન-વ્યાપારી હેતુઓ માટેના બધા ફ્લોટિંગ રેટ લોન સુધી વિસ્તાર્યો હતો. હવે 2 જુલાઈ 2025ના રોજ જારી કરાયેલા નવા નિર્દેશો વધુ સ્પષ્ટ અને મજબૂત બન્યા છે. આ નિયમો હેઠળ બેન્કો અને NBFC જેવી સંસ્થાઓ વ્યક્તિગત ગ્રાહકોને બિન-વ્યાપારી જરૂરિયાતો માટે આપેલા ફ્લોટિંગ વ્યાજ દરવાળા લોન પર કોઈ પણ પ્રીપેમેન્ટ ચાર્જ નહીં લગાવી શકે.
ADVERTISEMENT
આ રાહત પૂરી લોનને વહેલું ચૂકવવા કે તેનો થોડો ભાગ વહેલો ભરવા બંને પર લાગુ પડે છે. પૈસા ક્યાંથી આવ્યા જેમાં પોતાની બચતમાંથી કે બીજા કોઈ સ્ત્રોતમાંથી, તેનો કોઈ ફરક નથી પડતો. વધુમાં બેન્કો હવે કોઈ મિનિમમ લોક-ઈન પીરિયડની શરત પણ નહીં મૂકી શકે. બેલેન્સ ટ્રાન્સફરના કિસ્સામાં પણ આ જ નિયમ લાગુ રહેશે.
ADVERTISEMENT
આ ફેરફારથી ગ્રાહકોને વધારાના ખર્ચમાંથી રાહત મળશે અને તેઓ પોતાની સુવિધા મુજબ લોન વહેલી ચૂકવીને વ્યાજનો ભાર ઘટાડી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો