ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / રજત પાટીદારની તોફાની સદી, 13 છગ્ગા ફટકારી મચાવી ધમાલ, ટીમે બનાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર!

ક્રિકેટ / રજત પાટીદારની તોફાની સદી, 13 છગ્ગા ફટકારી મચાવી ધમાલ, ટીમે બનાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર!

Published By: Bijal Vyas

Last Updated: 04:09 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આસામ સામે માત્ર 41 બોલમાં સદી ફટકારીને રજત પાટીદારે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તેણે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરીને પ્રભાવશાળી છાપ છોડી છે.

ADVERTISEMENT

મધ્યપ્રદેશના કેપ્ટન રજત પાટીદારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ધૂમ મચાવી દીધી છે. સોમવારે મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આસામ સામે રમાયેલી મેચમાં, રજતની આક્રમક બેટિંગે એવી હલચલ મચાવી દીધી કે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા.

પાટીદારે માત્ર 41 બોલમાં સદી ફટકારી હતી અને તે અણનમ રહ્યા હતા; તેમણે 48 બોલમાં 135 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આસામના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મધ્ય પ્રદેશની શરૂઆત સારી રહી ન હતી, કારણ કે સ્કોરબોર્ડ પર માત્ર 57 રન હતા ત્યારે જ તેમના ટોચના ત્રણ બેટ્સમેન પેવેલિયન પરત ફરી ચૂક્યા હતા. અંકુશ સિંહ (23) અને અક્ષત રઘુવંશી (19) સારી શરૂઆત મળવા છતાં તેને મોટા સ્કોરમાં ફેરવી શક્યા ન હતા.

મુશ્કેલ પરિસ્થિતિમાં, કેપ્ટન રજત પાટીદાર પાંચમા ક્રમે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યા. તેમણે એક છેડેથી મોરચો સંભાળ્યો અને મેદાનની ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી દીધી. આ દરમિયાન, શિવાંગ કુમારે તેમને ઉત્તમ સાથ આપ્યો અને માત્ર 38 બોલમાં 61 રનની શાનદાર અડધી સદી ફટકારી. તેમની આ શક્તિશાળી ભાગીદારીએ મધ્ય પ્રદેશને ફરીથી મેચમાં પરત લાવી દીધું.

281ના સ્ટ્રાઈક રેટ સાથે 13 સિક્સર

રજત પાટીદારની આ ઇનિંગ્સના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. 135 રનની પોતાની અણનમ ઇનિંગ્સ દરમિયાન, તેણે 8 ચોગ્ગા અને 13 ગગનચુંબી સિક્સર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 281.25 રહ્યો, જે આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે તેણે આસામના બોલિંગ આક્રમણને કેવી રીતે ધ્વસ્ત કરી નાખ્યું.

આ પણ વાંચોઃ જય શાહની ICCમાં બીજી ઇનિંગ્સ! બિનહરીફ બીજી વખત ચેરમેન તરીકે ચૂંટાયા, ફરી સંભાળશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કમાન!

આ ધમાકેદાર ઇનિંગ્સના જોરે, મધ્ય પ્રદેશની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 250/6 નો વિશાળ સ્કોર નોંધાવવામાં સફળ રહી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઇતિહાસમાં મધ્ય પ્રદેશનો આ સર્વોચ્ચ ટીમ સ્કોર છે. વધુમાં, રજત પાટીદાર સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં સદી ફટકારનાર મધ્ય પ્રદેશના પ્રથમ બેટ્સમેન બન્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

post record 250 runs against assam 41 ball hundred as madhya pradesh rajat patidar

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ