ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : 'મુખ્યમંત્રી કોળી સમાજના' પબુભા માણેકના નિવેદન પર શું બોલ્યાં હીરા સોલંકી? કરી મોટી વાત

રાજુલા / VIDEO : 'મુખ્યમંત્રી કોળી સમાજના' પબુભા માણેકના નિવેદન પર શું બોલ્યાં હીરા સોલંકી? કરી મોટી વાત

Published By: Hiralal Parmar
Reported By: Dilip Jiruka

Last Updated: 05:19 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'મુખ્યમંત્રી કોળી સમાજના' હોવા જોઈએ તેવા દ્વારકાના ધારાસભ્ચ પબુભા માણેકના નિવેદન પર હીરા સોલંકીએ પ્રતિક્રિયા આપી છે.

ADVERTISEMENT

પબુભા માણેકના નિવેદન પર હીરા સોલંકીની પ્રતિક્રિયા આપી છે. હીરા સોલંકીએ કહ્યું કે પબુભા માણેક એ પોતાના વિચારો રજૂ કર્યા છે. પબુભાએ જે વાત કરી એવી કોઈ વાત નથી. દરેકના વિચારો અલગ હોઈ શકે છે. કોળી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હતા આથી માણેકે પોતાનો વિચાર રજૂ કર્યા છે.

પબુભા માણેક શું બોલ્યાં હતા?

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના માતાજીના માંડવામાં એક મોટું નિવેદન આપીને ગુજરાત ભરમાં ચર્ચા જગાવી દીધી છે. કોળી સમાજના સંમેલનમાં ધારાસભ્ય પબુભા માણેક એવું કહ્યું કે અત્યારે ગુજરાતમાં કોળી સમાજ બીજા નંબરે છે તેથી કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનવા જોઈએ. તેમણે કહ્યું કે આપણે આપણ જાગૃત થવાની જરૂર છે.

આ પણ વાંચોઃ વિસાવદરના સુખપુરમાં યોજાશે 25 હજાર પાટીદારોનું સંમેલન, લેઉવા પટેલ સમાજનો હુંકાર

કુરિવાજો અને વ્યસનો છોડવા પર વિચાર કરવો જોઈએ

પબુભાએ કહ્યુ કે મુખ્યમંત્રી પણ તમારા સમાજના હોવા જોઈએ. તમારો સમાજ ગુજરાત લેવલે બીજા નંબરનો છે, આગળ જે થયું એ આપણા વડીલોએ પણ બધુ સારું જ કર્યું હશે, પરંતુ યુવાનોએ ખરેખર જાગવું જોઈએ. પબુભા માણેકે કહ્યું કે સમાજમાં રહેલા કુરિવાજો અને વ્યસનો છોડવા પર વિચાર કરવો જોઈએ. સમાજની વાડી એ સમાજનું કેન્દ્રબિંદુ છે, જ્યાં સમાજના દરેક દીકરા-દીકરી પોતાપણું અનુભવે છે. તેમણે કહ્યું કે હીરાભાઈ, તેમનું કુટુંબ અને આગેવાનો જાગૃતિ લાવવા ખૂબ મહેનત કરે છે, પરંતુ આગેવાનો માત્ર રસ્તો ચીંધી શકે, અમલ સમાજે પોતે કરવો પડે છે. આજના જમાનામાં દીકરા-દીકરીઓને ભણાવવા અને કુરિવાજો તથા વ્યસનો છોડી વિકાસ સાધવા માટે દ્વારકાધીશને સૌને સદબુદ્ધિ આપવાની પ્રાર્થના કરું છું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MLA hira solanki hira solanki pabubha manek

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ