ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'યુવતીઓના લફરામાં દેવાદાર', ડ્રગ્સના પૈસા છોકરીઓ પાછળ ઉડાવતો, અમદાવાદ ડ્રગ્સ ફેક્ટરીમાં ઘટસ્ફોટ

સરખેજ / 'યુવતીઓના લફરામાં દેવાદાર', ડ્રગ્સના પૈસા છોકરીઓ પાછળ ઉડાવતો, અમદાવાદ ડ્રગ્સ ફેક્ટરીમાં ઘટસ્ફોટ

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 07:50 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સરખેજમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીના આરોપી પર મોટો ઘટસ્ફોટ થયો છે.

ADVERTISEMENT

અમદાવાદના સરખેજમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીના આરોપીની તપાસમાં પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો છે. આરોપી ડ્રગ્સ અને યુવતીઓના ચક્કરમાં થયો હતો દેવાદાર થયો હતો. આરોપીએ 2007 અને 2008માં કાફે શરૂ કર્યું હતું. કાફેમાં આવતા ગ્રાહક મારફતે MD ડ્રગ્સની લતે ચડ્યા બાદ તે દેવાદાર થયો હતો. આરોપી BITCOIN ના વ્યવસાયમાં સારા પૈસા કમાયો અને ત્યાર બાદ નશાની લતે ચડ્યા હતો. આરોપીએ નશાની લત બાદ દેવામાંથી બહાર આવવા માટે ડ્રગ્સની ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરી હતી. ડ્રગ્સની ફેક્ટરી બનાવી ડ્રગ્સ વેચીને દેવામાંથી બહાર નીકળવા માંગતો હતો.

ડ્રગ્સના પૈસા પણ ગર્લફ્રેન્ડ પાછળ ઉડાવ્યાં

આરોપીએ ડ્રગ્સના પૈસા પણ ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચતા હોવાનું આવ્યું સામે છે.

આરોપીના રિમાન્ડ મંજૂર

સરખેજના બંગલાના ભોંયરામાં MD ડ્રગ્સ બનાવવાની લેબ ઝડપાઈ હતી આ કેસમાં NCB દ્વારા 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ કોર્ટે આરોપીના 17 નવેમ્બર સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 130 કિલો રો-મટીરિયલ ક્યાંથી લાવ્યા અને ડ્રગ્સ કોને વેચ્યું તેની તપાસ કરવામાં આવશે. ડ્રગ્સના નાણાંથી રૂ. 1.50 કરોડનો બંગલો ખરીદ્યો છે કે કેમ તેની પણ તપાસ થશે.

શું હતો આખો બનાવ?

NCB ટીમને બાતમી મળી હતી કે લેબેક પાર્કના બંગલામાં MD ડ્રગ બનાવવાની ફેક્ટરી ચાલી રહી છે. જેને પગલે NCBની ટીમે આ બંગલા પર દરોડો પાડ્યો હતો. NCBની ટીમે ત્યાં તપાસ કરી ભોંયરામાં પ્રવેશ કર્યો હતો. NCBની ટીમે સવારે છ વાગ્યે લેબેક પાર્કના બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધરી MD ડ્રગ્સ બનાવવાનું 130.613 કિલોગ્રામ મટિરિયલ જપ્ત કરી લીધું હતું, જ્યારે માસ્ટરમાઇન્ડ મુદ્દસરને ઝડપી લીધો હતો. આ મટીરિયલમાંથી 10 કિલો MD ડ્રગ્સ બનવાનું હતું.

આ પણ વાંચોઃ હવે યુવા વર્ગમાં પક્કડ મજબૂત કરવા ભાજપે ખોલ્યું 'Gen Z' કાર્ડ, કાઉન્ટર પ્લાન તૈયાર

કરોડો રૂપિયાનો કાચો માલ કબજે

NCB દ્વારા હાથ ધરવામાં આવેલી આ સર્ચ ઓપરેશનની કામગીરીમાં સ્થળ પરથી MD ડ્રગ્સ બનાવવા માટે વપરાતો કરોડો રૂપિયાની કિંમતનો કાચો માલ (રો મટિરિયલ) અને અન્ય સાધન-સામગ્રી કબજે કરવામાં આવી છે. આ જથ્થો એટલો મોટો છે કે તેમાંથી મોટા પાયે ડ્રગ્સ તૈયાર કરીને બજારમાં સપ્લાય કરવાનું કાવતરું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ