ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / કામરેજના ઉભેળમાં મળેલા અજાણ્યા મૃતદેહમાં નીકળ્યાં અણધાર્યા વળાંક, ઉકેલાયો રહસ્યમયી ભેદ
Last Updated: 07:01 PM, 16 November 2026
ADVERTISEMENT
પરિણીતાને પામવા માટે એક યુવકે તેના પતિના ઈંટોના ઘા મારીને હત્યા કરી નાખી હતી. પ્રેમમાં માણસ આંધળો બની જાય છે અને સારા નરસાનો ભેદ ભૂલી જાય છે. પ્રેમ કાજે માણસ હત્યા કરતા પણ અચકાતો નથી. સુરતના કામરેજમાં આવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
ADVERTISEMENT
અહીં એક યુવકે પરિણીતા સાથેના આડાસંબંધોમા પતિની ઈંટોના ઘા મારીને હત્યા કરી નાખી હતી. સુરતના કામરેજ તાલુકાના ઉભેળ ગામેથી મળી આવેલા અજાણ્યા યુવકના મૃતદેહનો હત્યાનો ભેદ 9 દિવસમાં ઉકેલાઈ ગયો છે અને પોલીસે મુખ્ય આરોપી શ્રીરામ સુંદરલાલ પાંડેની ધરપકડ કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સુરતના કામરેજમાં 11 નવેમ્બના રોજ ગૌચરની જમીન પર મળેલી અજાણ્યા પુરુષની લાશના પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ માથા પર કોઈ ચીજના ઘા મારવાથી થયું હોવાનો ખુલાસો થતાં પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી અને ટેક્નીકલ સર્વેલેન્સને આધારે મુખ્ય આરોપી શ્રીરામ પાંડેની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
આરોપી સારી નોકરી અપાવવાની લાલચ આપી મૃતક બબલુને મોટરસાઇકલ પર બેસાડી ઉભેળ લઈ ગયો હતો અને ત્યાં ઈંટોના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT
8 નવેમ્બર 2026ના રોજ ઉભેળ ગામમાંથી ડિકમ્પોઝ હાલતમાં મળેલો મૃતદેહ કડોદરાના બબલુ સૈનીનો હોવાનું ટી-શર્ટના આધારે અને રાજકોટ સ્થિત કંપનીના સંપર્ક દ્વારા બહાર આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં માથામાં ગંભીર ઈજાથી મોત થયાનું ખુલતા હત્યાનો ગુનો નોંધાયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ડિજિટલ ફ્રોડ પર સુપ્રીમ કોર્ટ સખ્ત: WhatsAppથી બેન્કો સુધી સુપ્રીમ કોર્ટનો એક્શન પ્લાન
આરોપી શ્રીરામ પાંડેને મૃતકની પત્ની અનિતા સાથે આડાસંબંધ હતા અને બબલુ તેની પત્ની સાથે મારઝૂડ કરતો હોવાથી અદાવત રાખી હતી. 7 નવેમ્બરના રોજ નોકરીની લાલચ આપી ઉભેળ ગૌચરમાં લઈ જઈ, ઈંટથી માથાના ભાગે ઘા મારી હત્યા કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો