ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કાફેમાં આવતા ગ્રાહકે આરોપીને MD ડ્રગ્સની લતે ચડાવ્યો, સરખેજની ફેક્ટરીમાં મોટા ઘટસ્ફોટ

અમદાવાદ / કાફેમાં આવતા ગ્રાહકે આરોપીને MD ડ્રગ્સની લતે ચડાવ્યો, સરખેજની ફેક્ટરીમાં મોટા ઘટસ્ફોટ

Published By: Vishal Khamar

Last Updated: 07:09 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સરખેજમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી કેસમાં NCBની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

ADVERTISEMENT

અમદાવાદના સરખેજમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી મામલે NCBની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. નશાની લત, યુવતીઓ પાછળ ખર્ચ અને દેવાના બોજમાંથી બહાર આવવા આરોપીએ ડ્રગ્સનું ગેરકાયદે ઉત્પાદન શરૂ કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

નશાની લત અને યુવતીઓ પાછળના ખર્ચને કારણે ધીમે ધીમે દેવામાં ડૂબ્યો

NCBની તપાસ મુજબ, આરોપીએ વર્ષ 2007 અને 2008 દરમિયાન કાફે શરૂ કર્યું હતું. કાફેમાં આવતા એક ગ્રાહકના સંપર્કમાં આવ્યા બાદ તે MD ડ્રગ્સના નશાની લતે ચડ્યો હતો. બીજી તરફ, આરોપી બિટકોઈનના વ્યવસાયમાં સારી કમાણી કરી ચૂક્યો હતો, પરંતુ નશાની લત અને યુવતીઓ પાછળના ખર્ચને કારણે ધીમે ધીમે દેવામાં ડૂબતો ગયો હતો.

2024થી ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું

દેવાના બોજમાંથી બહાર આવવા માટે આરોપીએ વર્ષ 2024થી ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ડ્રગ્સનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરી દેવું ચૂકવવાનો તેનો ઇરાદો હતો. જોકે, ડ્રગ્સના વેચાણમાંથી મળતા નાણાંનો ઉપયોગ પણ તે પોતાની ગર્લફ્રેન્ડ પાછળ કરતો હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે.

NCBએ આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવ્યા

આ કેસમાં NCBએ આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હવે તપાસ એજન્સી આરોપીના ડ્રગ્સ નેટવર્કની કડીઓ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ખાસ કરીને ગુજરાતમાં અન્ય કયા સ્થાનિક ડ્રગ્સ પેડલરો આ નેટવર્ક સાથે સંકળાયેલા છે તે દિશામાં પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં ફેલાયેલા ડ્રગ્સ નેટવર્કની પણ તપાસ

આ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ફેલાયેલા ડ્રગ્સ નેટવર્કની પણ તપાસ કરવામાં આવશે. આરોપી સાથે જોડાયેલા અન્ય લોકો, ડ્રગ્સના સપ્લાય અને વેચાણની ચેનલ અંગે NCB વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચોઃ હવે યુવા વર્ગમાં પક્કડ મજબૂત કરવા ભાજપે ખોલ્યું 'Gen Z' કાર્ડ, કાઉન્ટર પ્લાન તૈયાર

અન્ય લોકોનાં નામ પણ સામે આવે તેવી શક્યતા

સરખેજ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં હવે NCBની તપાસનો વ્યાપ વધતા ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્કમાં સંકળાયેલા અન્ય લોકોનાં નામ પણ સામે આવે તેવી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sarkhej Drug Factory Ahmedabad Drug Factory Case NCB Investigation Ahmedabad

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ