ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : પાટણમાં રમેલમાં ધુણતા-ધુણતા ભુવાજીનું હાર્ટએટેકથી મોત, વીડિયો થયો વાયરલ
Last Updated: 06:28 PM, 16 November 2026
ADVERTISEMENT
પાટણમાં રમેલમાં ધુણતા-ધુણતા ભુવાજી હાર્ટએટેક આવ્યો હતો જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાસાપુર વિસ્તારમાં માતાજીના રમેલ કાર્યક્રમમાં ભુવાજી હાર્ટએટેક આવ્યો હતો. શનિવારની રાત્રે બારોટ સમાજના રમેલ કાર્યક્રમમાં ધુણતા-ધુણતા ભુવાજી ઢળી પડ્યા હતા. ભુવાજી ઢળી પડતા કાર્યક્રમમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન ભુવાજીએ અંતિમ શ્વાસ લીધા હતા. ભુવાજી હારીજ ના અડિયા ગામના રહેવાસી અમરતભાઈ હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
પાટણના હાસાપુરમાં બારોટ સમાજના રમેલમાં ભુવાજીને ધૂણતા-ધૂણતા આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમ્યાન મો*ત #Patan #Hasapur #BarotSamaj #HeartAttack #VTVDigital https://t.co/bHlcyRBGCq
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 16, 2026
હાજર રહેલા લોકોમાં શોક
ADVERTISEMENT
હાજર રહેલા લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
રમેલ કાર્યક્રમનો વીડિયો વાયરલ
ADVERTISEMENT
રાત્રિના સમયે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં રમેલ કાર્યક્રમ દરમિયાન ભૂવાજી ધૂણતા જોવા મળે છે. જોકે, કાર્યક્રમ દરમિયાન જ તેમનું મોત થતાં ઉપસ્થિત લોકોમાં ભારે શોક છવાઈ ગયો હતો. ધાર્મિક પ્રસંગમાં બનેલી આ દુઃખદ ઘટનાથી બારોટ સમાજ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ પણ વાંચોઃ વિસાવદરના સુખપુરમાં યોજાશે 25 હજાર પાટીદારોનું સંમેલન, લેઉવા પટેલ સમાજનો હુંકાર
ADVERTISEMENT
કોણ હતા ભુવા?
મૃતક ભુવા અમરતભાઈ જાદવ હારીજ તાલુકાના અડિયા ગામના રહેવાસી હતા. તેમના અચાનક અવસાનના સમાચાર મળતાં પરિવારજનો અને સમાજના લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.