ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / પતિ ઝહીર ખાન સાથે રોયલ અંદાજમાં પહોંચી સાગરિકા ઘાટગે, મામાના લગ્નમાં નાના નવાબે પણ લૂંટી મહેફિલની લાઈમલાઈટ!

photo-story

7 ફોટો ગેલેરી

PHOTOS / પતિ ઝહીર ખાન સાથે રોયલ અંદાજમાં પહોંચી સાગરિકા ઘાટગે, મામાના લગ્નમાં નાના નવાબે પણ લૂંટી મહેફિલની લાઈમલાઈટ!

Last Updated: 10:24 AM, 19 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જયપુરમાં ત્યારે એક શાહી માહોલ છવાઈ ગયો હતો જ્યારે 'ચક દે! ઈન્ડિયા'થી જાણીતી અભિનેત્રી સાગરિકા ઘાટગેના નાના ભાઈ શિવજીત ઘાટગેએ પલ્લવી સાથે લગ્ન કર્યા. આ લગ્ન ખૂબ જ ચર્ચામાં છે.

1/7

photoStories-logo

1. ભાઇના લગ્નમાં જોવા મળી મરાઠા શાહી વારસાની ઝલક

જયપુરના ચોમુ સ્થિત એક ભવ્ય હેરિટેજ રિસોર્ટમાં 16મી નવેમ્બરે યોજાયેલા આ લગ્ન સમારોહમાં દરેક ખૂણે મરાઠા શાહી વારસાની ઝલક જોવા મળતી હતી. લગ્નની રાત્રે ઝુમ્મરોનો ઝળહળાટ, મહેલ જેવી સજાવટ અને પરિવારજનોના હાસ્ય આ બધું જ એક ભવ્ય શાહી ઉત્સવ જેવું લાગતું હતું. સાગરિકાએ તેના ભાઈના લગ્નને માત્ર વિધિ-વિધાનો પૂરતું સીમિત ન રાખતા, તેને એક અવિસ્મરણીય અને શાહી ઉત્સવમાં ફેરવી દીધુ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સાગરિકાના ભાઇના શાહી લગ્ન

સાગરિકાના ભાઇ શિવજીત અને પલ્લવી લગ્નવિધિ માટે બેઠાં, ત્યારે લાઈટો અને ફૂલોથી સજાયેલો આખો મંડપ જાણે કોઈ ફિલ્મનો સેટ હોય તેવો લાગતો હતો. યુગલ ખૂબ જ તેજસ્વી દેખાતું હતું અને એકબીજા સાથે એકદમ શોભી રહ્યું હતું. વરરાજા પોતાની ગોલ્ડન શેરવાની અને આછા રંગની પાઘડીમાં સાચે જ શાહી અંદાજમાં દેખાતા હતા, જ્યારે દુલ્હન ગોલ્ડન સાડીએ પણ સૌનું ધ્યાન ખેંચી લીધું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. સાગરિકાના લુકમાં કોલ્હાપુરના શાહી વારસાની ઝલક દેખાઇ

આ ખાસ દિવસની સાચી સ્ટાર સાગરિકા ઘાટગે બની રહી; મરુન સાડી અને ભારે ઘરેણાંમાં સજ્જ આ શાહી રાજકુમારી ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી. પોતાના ભાઈના લગ્ન દરમિયાન, અભિનેત્રીએ પરિવારની સાથે દરેક વિધિમાં સહભાગી થઈ. તેના દરેક લુકમાં કોલ્હાપુરના શાહી વારસાની ઝલક જોવા મળતી હતી, જેણે ચાહકોને સંપૂર્ણપણે મંત્રમુગ્ધ કરી દીધા. તેણે જે રીતે સાડી પહેરી હતી, તેણે સૌનું ધ્યાન ખેંચ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ઝહીર ખાનને પત્ની સાથે રાખ્યો રોયલ લુક

લગ્ન દરમિયાન પતિ ઝહીર ખાન સતત તેમની પત્નીની સાથે રહ્યા હતા. પૂર્વ ક્રિકેટરના 'દેશી-શાહી' અંદાજને ચાહકોએ ખૂબ જ પસંદ કર્યો; જેમાં તેમણે ક્રીમ રંગની શેરવાની સાથે આકર્ષક, બહુ-રંગી પાઘડી પહેરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ફતેહ સિંહ ખાનનો ક્યુટ અંદાજ

આ વેડિંગમાં જેણે ખરેખર સૌનું ધ્યાન ખેંચ્યું તે હતો નાનકડો રાજકુમાર ફતેહ સિંહ ખાન; તેના માતા-પિતાની સાથેની દરેક તસવીરમાં તે અત્યંત ક્યૂટ લાગતો હતો. પછી ભલે તે કોઈના ખોળામાં હોય કે આમ-તેમ દોડતો હોય, આ નાનકડા 'નવાબ' દરેકના દિલ જીતી લીધા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ભાઈ અને ભાભીને તેમના લગ્ન બદલ અભિનંદન

તસવીરો શેર કરીને સાગરિકાએ તેના ભાઈ અને ભાભીને તેમના લગ્ન બદલ અભિનંદન પાઠવ્યા અને લખ્યું, "તમારું જીવન હંમેશા પ્રેમ, હાસ્ય અને સુંદર યાદોથી ભરેલું રહે. તમે બંને સાથે મળીને જે આ સુંદર જીવનભરની યાત્રા શરૂ કરી રહ્યા છો, તે માટે તમને ખૂબ ખૂબ પ્રેમ અને શુભેચ્છાઓ." અભિનેત્રીની આ પોસ્ટ પર સેલિબ્રિટીઓ અને ચાહકો પણ આ યુગલને અભિનંદન આપી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. સાગરિકાનું રોયલ કનેક્શન

સાગરિકાનું રોયલ કનેક્શન કોઈ ફિલ્મી કથા નથી, પરંતુ વાસ્તવિક ઇતિહાસ છે. તેમના પિતા કાગલના પૂર્વ રાજવી પરિવારમાંથી આવે છે અને સાગરિકાને કોલ્હાપુરના શાહુ મહારાજના વંશજ માનવામાં આવે છે. તેમના દાદી, સીતા રાજે ઘાટગે, ઈન્દોરના મહારાજા તુકોજીરાવ હોળકર તૃતીયના પુત્રી હતા. કોલ્હાપુર અને ઈન્દોર આ બંને રાજવી ઘરાનાઓનું પ્રતિષ્ઠિત લોહી સાગરિકાની નસોમાં વહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Royal wedding brother shivjeet ghatge sagarika ghatge
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ