ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, નશાનો કારોબાર કરતા 6 આરોપીની ધરપકડ
Last Updated: 11:09 PM, 18 November 2026
ADVERTISEMENT
અમદાવાદને ડ્રગ્સમુક્ત બનાવવા શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે..શહેરના વેજલપુર, વાસણા અને આનંદનગર વિસ્તારમાં દરોડા પાડીને કફ સિરપનો જથ્થો અને ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે..શહેરમાં ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
નશાનો કારોબાર કરનાર 6 આરોપીની ધરપકડ કરાઈ
ઝોન -7 LCB સ્કોર્ડની ગિરફતમાં રહેલ નશાનો કારોબાર કરનાર 6 આરોપીની ધરપકડ કરાઈ છે. ઝોન -7 LCB એ એક જ દિવસમાં રેડ કરી 4 NDPS ના ગુના નોંધવામાં આવ્યા છે.દરોડા ની કામગીરી વાત કર્યે તો
ADVERTISEMENT

ADVERTISEMENT
ઝોન 7 LCB સ્કોર્ડ ને માહિતી મળી હતી કે આનંદનગર પાસે એક સેન્ટ્રો ગાડીમાં કફ સીરપ નો જથ્થો પડ્યો છે..જે આધારે આરોપી પાવન સોની ગાડી માંથી 480 કફ સીરપ ની બોટલો મળી આવી હતી..તેની સાથે આરોપી મહેબૂબ ઈબ્રાહીમ ખલીફાની ધરપકડ કરવામાં આવી. બંને આરોપી પ્રહલાદ નગર જેવા પોશ વિસ્તારમાં નશો કરનાર કફ સિરફ બોટલનું વેચાણ કરતા હતા.

ADVERTISEMENT
બીજો કેસ વેજલપુર માં આરોપી ઈમરાન મન્સુરી રિક્ષા માંથી 69 કફ સિરપની બોટલ મળી આવી હતી .જે આરોપી ઈમરાન જુહાપુરા માં છૂટક નશો કરનાર કફ સીરપની બોટલ વેચતો હતો.આ બોટલ નો જથ્થો અંજીમ ફ્જલ મકરાણી પાસે જથ્થામાં લઈને વેચાણ કરી રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ડ્રગ્સ મુક્ત અભિયાન અંતર્ગત વેજલપુર પોલીસે રેડ કરી NDPS કેસ કરવામાં આવ્યો છે. જે વેજલપુર પોલીસે 427 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપી મેહરાબખાન પઠાણની ધરપકડ કરી છે. આરોપી વેજલપુર જુહાપુરામાં ગાંજો છૂટક 100-200 રૂપિયામાં પડીકી બનાવીને વેચાણ કરતો હતો.

આ સાથે જ ઝોન - 7 LCB ટીમ જીવરાજ પાસેથી આરોપી ઈર્શાદઅલી ઉર્ફે શાહરૂખ સૈયદ પાસેથી 97 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.પકડાયેલ આરોપી ગાંજાનો જથ્થો લાવીને અલગ અલગ વિસ્તારમાં છૂટક વેચાણ કરતા હતા.
ડ્રગ્સ કેસ પકડાયેલ 6 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી રિમાન્ડ મેળવી ડ્રગ્સ સંડોવાયેલ નાના પેડલર થી લઈ તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે..આ સાથે જ શહેર પોલીસે સ્પેશિયલ બે દિવસની ડ્રાઈવ યોજવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.