ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / 25 નવેમ્બરે ગુરુના વિશાખા નક્ષત્રમાં બુધનું ગોચર, 6 રાશિઓને બિઝનેસમાં બમ્પર લાભ અને ધનલાભના યોગ!
8 ફોટો ગેલેરી
Last Updated: 05:09 PM, 18 November 2026
1/8
જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, વેપાર, તર્કશક્તિ અને સંવાદ કૌશલ્યનો કારક માનવામાં આવે છે. તેથી જ્યારે પણ બુધ પોતાની ચાલ કે નક્ષત્રમાં ફેરફાર કરે છે, ત્યારે તેની અસર તમામ 12 રાશિઓ પર અલગ-અલગ રીતે જોવા મળે છે. હાલમાં બુધ તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે. પરંતુ હવે 25 નવેમ્બર 2026ના રોજ બુધ વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ખાસ વાત એ છે કે વિશાખા નક્ષત્રના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે. બુધ આ નક્ષત્રમાં 4 ડિસેમ્બર 2026 સુધી રહેશે. જે અમુક રાશિઓને લાભ કરાવશે.
2/8
તમારા માટે બુધનું વિશાખા નક્ષત્રમાં આવવું લાભકારક સાબિત થશે. નોકરી શોધી રહેલા લોકોને સારી કંપનીમાંથી ઓફર મળી શકે છે. પહેલેથી નોકરી કરતા લોકોને નવી જવાબદારી સોંપાઈ શકે છે. તમારી વાતચીત અને સમજદારીથી ફાયદો થશે. વ્યાપાર કરનારાઓને નવા લોકો સાથે જોડાઈને નફો મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે.
ADVERTISEMENT
3/8
તમારા માટે આ નક્ષત્ર પરિવર્તન ઘણી બાબતોમાં સારું રહેશે. વ્યવસાયમાં નફો વધશે અને નવી યોજના પર કામ શરૂ કરવાનો મોકો મળી શકે છે. નોકરી કરતા લોકોને પોતાના કામમાં સફળતા મળશે. આ સમયે આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેત છે. જૂના રોકાણમાંથી પણ ફાયદો મળી શકે છે. ઘરમાં ખુશીનું વાતાવરણ બન્યું રહેશે.
4/8
તમારા માટે બુધનું વિશાખા નક્ષત્રમાં પ્રવેશ ખાસ મહત્ત્વનું છે. વ્યવસાયમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ ઘટી શકે છે. વ્યાપારને આગળ વધારવા માટે નવા અવસરો મળશે. નોકરી કરતા લોકોને અધિકારીઓનો સહયોગ મળી શકે છે. તમારી યોજનાઓ સફળ થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારાના યોગ છે. આ સમયે નવા લોકો સાથે સંપર્ક બનાવવો પણ ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
5/8
તમારા માટે બુધનું આ ગોચર અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે પગાર વધારાની ખુશખબરી મળી શકે છે. વર્ક પ્લેસમાં તમારા કામની પ્રશંસા થશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને નવા મોકા મળી શકે છે. ઘર-પરિવારમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થવાના આસાર છે. પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ સારા થશે અને માનસિક શાંતિ મળશે.
6/8
તમારા માટે આ ગોચર કરિયર અને વ્યવસાયની દ્રષ્ટિએ સારું રહી શકે છે. વ્યાપાર કરનારાઓને કોઈ મોટી ડીલ મળી શકે છે જેથી આર્થિક ફાયદો થવાના યોગ છે. નોકરી કરતા લોકોને પગાર વધારા કે પદમાં ફેરફારની ખુશખબરી મળી શકે છે. જો તમે કોઈ નવા કામની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો તો સારા અવસરો મળી શકે છે. મહેનતનું સકારાત્મક પરિણામ જોવા મળશે.
ADVERTISEMENT
7/8
તમારા માટે બુધનું આ નક્ષત્ર પરિવર્તન આર્થિક બાબતોમાં રાહત આપી શકે છે. આવકના નવા માર્ગો ખુલી શકે છે. નોકરી અને વ્યવસાયમાં આગળ વધવાના મોકા મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સંભાવના છે. આ સમયે પૈસા સંબંધિત નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે છે. પરિવારનો સહયોગ મળશે અને ઘરમાં સુખદ વાતાવરણ બન્યું રહેશે.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ